બ્રિટન / પત્નીને મનાવવા પતિએ ‘હું જુઠો, દગાબાજ, લુઝ કેરેક્ટર છું...’ લખેલું ટેટૂ છાતી પર કોતરાવ્યું

man gets tattoo declaring himself a cheater to bring back wife

DivyaBhaskar.com

Jan 08, 2019, 08:35 PM IST

લંડનઃ વિશ્વાસ વિશે એવું કહેવાય છે કે એકવાર તૂટ્યો તે ફરી પાછો સાંધી શકાતો નથી. લંડનના જોસ ટોરેસ સાથે આવું જ થયું. આમ તો જોસ સ્વભાવે એકદમ છેલછોગાળો અને પરિણીત હોવા છતાં બહાર છાનગપતિયાં કરતો ફરે એવો. એની કરતૂતોની જાણ થતાં ખફા થઈને જતી રહેલી પત્નીને મનાવવા માટે એણે પોતાની છાતી પર જ મસમોટા કબૂલાતનામા જેવું ટેટૂ ત્રોફાવી દીધું છે.

વ્યભિચારી પતિથી કંટાળીને પત્ની જતી રહેલી
જોસ ટોરેસે કરેલી કબૂલાત પ્રમાણે લગ્ન કરેલાં હોવા છતાં એ એની સાથે વારંવાર જૂઠું બોલીને ગણિકાઓ પાસે જતો હતો. એની આ હરકતોથી ત્રાસીને એની પત્ની એને છોડીને જતી રહેલી. રહી રહીને જોસને પોતાની ભૂલનું ભાન થયું. પરંતુ હવે પત્ની એમ થોડી માને? પોતે સુધરી ગયો છે એની ખાતરી કરાવવા એણે એક રસ્તો વિચાર્યો.

એણે પોતાની છાતી પર આખેઆખું કબૂલાતનામું પર્મેનન્ટ ટેટૂ તરીકે ચિતરાવ્યું. ટેટૂમાં એણે લખાવ્યું છે, ‘હું, જોસ એલ. ટોરેસ, જાન્યુઆરી 2, 2019ના રોજ સ્વૈચ્છિક રીતે આ ટેટૂ કરાવી રહ્યો છું, જેથી હું મારી પત્નીનો વિશ્વાસ ફરી પાછો જીતી શકું અને અમારાં લગ્નમાં મેં એને જે પીડા આપી છે તેની મને સજા મળે.

હું,
- જૂઠો છું
- ધુતારો છું
- છળકપટ કરનારો છું
- વિશ્વાસઘાતી છું
- ગણિકાઓને પ્રેમ કરનારો વ્યભિચારી છું
- અપ્રામાણિક અને કૃતઘ્ની છું’

જોસનું આ ટેટૂ એના ટેટૂ આર્ટિસ્ટે સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું. જોકે તેમાં બે શબ્દોમાં સ્પેલિંગ મિસ્ટેક પણ છે. તે વિશે ટેટૂ આર્ટિસ્ટે કબૂલ્યું કે અંગ્રેજી એની માતૃભાષા નથી એટલે આ અજાણતા જ આ ભૂલ થઈ ગઈ છે.

જોકે આ ટેટૂની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ જોસની પત્નીએ એને માફ કર્યો છે કે કેમ એ સમાચાર જાણવા મળ્યા નથી.

X
man gets tattoo declaring himself a cheater to bring back wife
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી