આ છે બ્રિટેનની સૌથી નાની યુવતી, ઘરે બેસીને આમ કમાય છે લાખો રૂપિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ બ્રિટેનની જોર્જિયા રૈન્કિન બ્રિટેનની સૌથી નાની ટીનેજર છે. જોર્જિયાની હાઇટ માત્ર 31 ઈંચ છે. તેણે જણાવ્યું કે કઇ રીતે એક ગંભીર બીમારીના કારણે તેની હાઇટ બાળપણમાં જ અટકી ગઇ અને દરરોજ કેવો તે ભયાનક દુખાવો સહન કરે છે. આટલું થયાં પછી પણ તે પોતાની લાઇફ એન્જોય કરે છે કેમ કે તેના મતે તે એકદમ હટકે છે. 

 

- જોર્જિયાએ પોતાની વાર્તા શેયર કરતાં જણાવ્યું કે જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે અમે 8 સપ્તાહનો એક પપી ઘરે લઇને આવ્યાં હતાં. ત્યારે તે મારા ઘૂંટણ સુધી આવતો હતો. આજે 10 વર્ષો પછી તે ખૂબ જ મોટો થઇ ગયો છે, પરંતું હું એવીને એવી જ છું. તેણે જણાવ્યું કે તે skeletal ­dysplasia નામની બીમારીથી ગ્રસ્ત છે. આ બીમારીના કારણે હાડકાંનો વિકાસ અટકી જાય છે.

 

2 વર્ષના બાળકોથી પણ ઓછી છે હાઇટઃ-

 

- જોર્જિયાએ હાલમાં જ એક ટીવી ચેનલને આપેલાં ઇન્ટરવ્યૂમાં પોતાની લાઇફ વિશે વાતો શેયર કરી છે. તેણે જણાવ્યું કે તેની હાઇટ 31 ઇંચ એટલે 2.5 ફૂટની આસપાસ છે, જે એક 2 વર્ષના બાળકોની ઉંમર કરતાં પણ ઓછી છે.

 

થાય છે ભયાનક દુખાવોઃ-

 

- તેણે આગળ જણાવ્યું કે કેવી રીતે આ બીમારીના કારણે તે દિવસ-રાત દુખાવો સહન કરે છે. સવારે ઉઠવાથી લઇને રાતે સૂવા સુધી તેના શરીરમાં દુખાવો રહે છે. આવા સમયે તે બીજી જગ્યાએ પોતાના વ્યસ્ત રાખે છે, જેનાથી તેનું ધ્યાન તે દુખાવા ઉપર ન જાય.

 

પોતાની જ વાર્તા ઉપર હસે છેઃ-

 

- જોર્જિયાએ આગળ જણાવ્યું કે ઘણીવાર તે દુખાવાથી બહાર નીકળવા માટે તે પોતે જ પોતાની હાઇટની કહાણી લોકોને સંભળાવીને મજા લે છે. તેણે કહ્યું, જ્યારે હું હાઇસ્કૂલમાં આવી ત્યારે મારી ટાઈ મારી હાઇટ કરતાં પણ વધારે લાંબી હતી.

 

ઘરે બેસીને પૈસા કમાય છેઃ-

 

- તેણે કહ્યું કે ઘણીવારે લોકો મારી હાઇટના કારણે મને ઇગ્નોર કરે છે, મને પાર્ટીમાં બોલાવતાં નથી પરંતું મને એ વાતનું ખરાબ લાગતું નથી. હું આવા સમયે થોડું કામ કરી લઉ છું. જોર્જિયાએ જણાવ્યું કે તે યૂટ્યૂબ પર મેકઅપ કરવાની ટિપ્સ આપે છે, તેમના 1400 ફોલોઅર્સ છે, જેનાથી તેની થોડી કમાણી પણ થઇ જાય છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ જોર્જિયાના થોડાં અન્ય ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...