શું થાય છે કિન્નરોના શબ સાથે? અંતિમ સંસ્કાર વખતે કેમ મરાય છે જુત્તા-ચપ્પલ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ કિન્નરોની દુનિયા સામાન્ય લોકોથી એકદમ અલગ હોય છે. કિન્નરો વિશે ઘણી ઓછી જાણકારી સામાન્ય લોકોને મળી શકે છે. તેમની દુનિયા જેટલી અલગ હોય છે તેટલાં જ તેમના રીતિ-રિવાજ અને સંસ્કાર પણ તેટલાં જ અલગ હોય છે. આજે અમે તમને આ લેખમાં જણાવી રહ્યા છીએ કે કોઇ કિન્નરની મૃત્યુ થઇ જાય, ત્યારે તેમની ડેડ બોડીની સાથે શું કરવામાં આવે છે? 

 

કેવી રીતે થાય છે કિન્નરોનો અંતિમ સંસ્કાર?

 

કિન્નરોના અંતિમ સંસ્કારને ગોપનીય રાખવામાં આવે છે. અન્ય ધર્મોથી ઠીક વિરૂદ્ધ કિન્નરોની અંતિમ યાત્રા દિવસની જગ્યાએ રાતે નીકળે છે. કિન્નરોના અંતિમ સંસ્કારને ગેર-કિન્નરોથી છુપાવીને કરવામાં આવે છે. તેમની માન્યતા પ્રમાણે જો કોઇ કિન્નરના અંતિમ સંસ્કારને સામાન્ય વ્યક્તિ જોઇ લે, તો મરનાર વ્યક્તિનો જન્મ ફરી કિન્નર સ્વરૂપે જ થાય છે.

 

જોકે, કિન્નર હિન્દૂ ધર્મના ઘણાં રીતિ-રિવાજોને માને છે, પરંતુ તેમની ડેડ બોડીને બાળવામાં આવતી નથી. તેમની બોડીને દફનાવવામાં આવે છે. અંતિમ સંસ્કાર પહેલાં બોડીને બૂટ-ચપ્પલોથી પીટવામાં આવે છે. કહેવાય છે કે આવું કરવાથી તેણે આ જન્મમાં કરેલાં બધા જ પાપનું પ્રાયશ્ચિત થઇ જાય છે. પોતાના સમુદાયમાં કોઇની મૃત્યુ થયા પછી કિન્નરો એક અઢવાડિયા સુધી ભોજન કરતાં નથી.

 

તમને તે જાણીને આશ્ચર્ય થશે કે કિન્નર સમાજ પોતાના કોઇ સભ્યની મૃત્યુ પછી માતમ મનાવતાં નથી. જેની પાછળ કારણ છે કે, મૃત્યુ પછી કિન્નરને નરક રૂપી જીવનથી મુક્તિ મળી ગઇ. મૃત્યુ પછી કિન્નર સમાજ ઉત્સવ મનાવે છે અને પોતાના આરાધ્ય દેવ અરાવનને પ્રાર્થના કરે છે કે આવનાર જન્મમાં તેને કિન્નર બનાવે નહીં.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ કિન્નરોના અંતિમ સંસ્કારની થોડી તસવીર.....

અન્ય સમાચારો પણ છે...