તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કી-બોર્ડ ઉપર ABCD ક્રમમાં કેમ નથી હોતાં? F અને J ઉપર એક ખાસ નિશાન કેમ?

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કી-બોર્ડના બટન આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કેમ નથી હોતાં. કી-બોર્ડની શરૂઆત Q,W,E,R,T થી કેમ થાય છે અને કી-બોર્ડમાં F અને J વાળા બટન ઉપર એક આડી લાઇન કેમ હોય છે. જો તમે આ બધી બાબતો જાણતાં નથી તો આજે આ લેખમાં અમે તમને કી-બોર્ડ સાથે જોડાયેલાં થોડાં આવા જ ફેક્ટ્સ જણાવી રહ્યા છીએ.

 

પહેલાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં હતાં બટનઃ-

 

કી-બોર્ડને ટાઇપ રાઇટરની કરીને બનાવવામાં આવ્યું હતું. 1868માં ક્રિસ્ટોફર લૈથમ શોલ્સે પહેલાં ટાઇપરાઇટર બનાવ્યું. જેમાં શોલ્સે બટનને આલ્ફાબેટિરલ ઓર્ડરમાં જ રાખ્યું હતું. પરંતું આલ્ફાબેટિકલ ઓર્ડરમાં રાખવાથી થોડી મુશ્કેલીઓ આવવા લાગી.  અક્ષરો એક સીરીઝમાં હોવાના કારણે બટન પ્રેસ કરવામાં થોડી મુશ્કેલીઓ આવતી હતી. ટાઇપિંગમાં ઘણી ભુલો થતી હતી.

 

1873 માં શોલ્સે નવી રીતે બટનને ટાઇપરાઇટરમાં લગાવ્યાં. જેમાં તેણે સૌથી પહેલાં વધારે ઉપયોગમાં લેવાતાં અક્ષરોની પસંદગી કરી. સૌથી વધારે ઉપયોગમાં લેવાતા અક્ષરને આંગળી પહોંચી શકે તેવી રીતે નજીક રાખ્યાં. જેના પછી કી-બોર્ડનું એક નવું ફોર્મેટ સામે આવ્યું જેમાં Q,W,E,R,T,Y અક્ષર પહેલી લાઇનમાં હતાં. આ માટે જ કી-બોર્ડનું નામ ક્વેર્ટી આપવામાં આવ્યું.

શોલ્સે ક્વેર્ટી મોડલને પછી રેમિંગ્ટન એન્ડ સંસ દ્વારા ખરીદવામાં આવ્યું. તે પછી 1874માં રેમિંગ્ટને અનેક કી-બોર્ડ બજારમાં જાહેર કર્યાં.

 

કેમ F અને J બટન ઉપર એક ખાસ આડી લાઇન હોય છેઃ-

 

ક્યારેય કી-બોર્ડને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે F અને J બટનમાં ઉભરેલી હળવી લાઇન હોય છે. જેને ટાઇપિંગને સરળ કરવા માટે રાખવામાં આવ્યું છે. જોકે, કી-બોર્ડમાં વચ્ચેની લાઇનને હોમ રો કહેવામાં આવે છે. જ્યારે કોઇ ટાઇપિંગ શીખે છે તો તેની આંગણીઓ વચ્ચેની રોમાં રહે છે. ટાઇપિંગ કરતી વખતે ડાબા હાથની આંગણી F અને જમણાં હાથની આંગણી J ઉપર હોય છે. એવામાં ટાઇપ કરતી વખતે નજર સ્ક્રિન ઉપર હોય છે તો F અને J બટનની આ લાઇનથી જાણી શકાય છે કે આંગળી કયા બટન ઉપર છે.

 

સૌથી વધારે ઉપયોગમાં લેવાતા બટનઃ-

 

કી-બોર્ડમાં સૌથી વધારે સ્પેસવારનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી Eનો ઉપયોગ થાય છે. કેમ કે અંગ્રેજીમાં મોટાભાગના શબ્દોમાં આ અક્ષર સામેલ હોય છે. ત્રીજા નંબરે આવી બેકસ્પેસ. બેકસ્પેસનો ઉપયોગ ટાઇપિંત કરતી વખતે ભુલો સુધારવા માટે થાય છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ અન્ય તસવીરો...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો