સોશિયલ મીડિયા / જાપાની અબજપતિની ટ્વીટે રિટ્વીટ્સનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, એક જ ટ્વીટ 49 લાખથી પણ વધુ વખત રિટ્વીટ થઈ

DivyaBhaskar.com | Updated - Jan 09, 2019, 10:40 AM
japanese tycoon gets world record for most retweets

  • યુસાકુ માએજાવાની ટ્વીટ 49 લાખથી પણ વધુ વખત રિટ્વીટ થઈ
  • આ પહેલાં સૌથી વધુ રિટ્વીટનો વર્લ્ડ રેકોર્ડ એક અમેરિકન વિદ્યાર્થી કાર્ટર વિલ્કિન્સનના નામે હતો
  • માએજાવા 2023માં વિશ્વના સૌપ્રથમ ખાનગી સ્પેસ ટુરિસ્ટ તરીકે ચંદ્રયાત્રા પણ કરવાના છે

ટોક્યોઃ યુસાકુ માએજાવા જેપનીસ અબજપતિ છે. એમણે હમણાં 5 જાન્યુઆરીના રોજ એક ટ્વીટ કરેલી. આ ટ્વીટ એટલી બધી વખત રિટ્વીટ થઈ કે તેનો અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ ગયો. એ ટ્વીટ અધધધ 49 લાખથી પણ વધુ વખત રિટ્વીટ થઈ. પ્લસ, તેને 12 લાખથી વધુ લાઈક પણ મળી ચૂક્યાં છે.

એમણે 100 લકી વિજેતાઓને ઈનામ આપવાની જાહેરાત કરી હતી

માએજાવાએ અગાઉ જાહેરાત કરેલી કે આ ટ્વીટને રિટ્વીટ કરીને તેને ફોલો કરનારામાંથી 100 લકી વિજેતામાં 100 મિલિયન યેન એટલે કે લગભગ 6.4 કરોડ રૂપિયાની રકમ ઈનામ તરીકે વહેંચી આપશે. આ ટ્વીટની સાથે એમણે ચંદ્રની સામે રોકેટ પર સવારી કરતી વ્યક્તિનું કેરિકેચર પણ મૂક્યું હતું. એમના ટ્વિટર હેન્ડલ @yousuck2020 પર અત્યારે 54 લાખથી પણ વધુ ફોલોઅર્સ આવી ચૂક્યા છે.

આ પહેલાં સૌથી વધુ રિટ્વીટ્સનો રેકોર્ડ અમેરિકાના કોલેજ સ્ટુડન્ટ કાર્ટર વિલ્કિન્સને બનાવ્યો હતો. વિલ્કિન્સને 2017માં એક ફાસ્ટફૂડ ચેઈનમાંથી એક વર્ષ માટે ફ્રી ચિકન નગેટ્સ મેળવવા માટે લોકોને પોતાની ટ્વીટને રિટ્વીટ કરવાની અપીલ કરી હતી. એની આ અપીલ એવી પ્રચંડ વાઈરલ થઈ કે લોકોએ એની ટ્વીટને 35.8 લાખ વખત રિટ્વીટ કરી. ઉપરાંત એને 9 લાખ, 90 હજાર લાઈક પણ મળ્યા હતા. રેસ્ટેરાંએ પણ એને એક વર્ષ માટે ફ્રી ચિકન નગેટ આપવા પડેલાં.

2014માં સ્ટેન્ડ અપ કોમેડિયન એલેન ડિજેનેરસે ઓસ્કર સેરિમની દરમિયાન લીધેલા સ્ટાર્સથી ભરચક સેલ્ફીએ પણ 33 લાખ રિટ્વીટ મેળવ્યા હતા. તેમાં એક જ સેલ્ફીની અંદર મેરિલ સ્ટ્રિપ, જુલિયા રોબર્ટ્સ, બ્રેડ પિટ, એન્જેલિના જોલી જેવા સુપરસ્ટાર્સ હતા.

માએજાવા ચંદ્રયાત્રા પણ કરવાના છે

અત્યારે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવનારા માએજાવા જપાનના ઓનલાઈન ફેશન સ્ટોરના ચીફ એક્ઝિક્યુટિવ છે અને દેશના 18મા નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. માએજાવા અનોખા સંગ્રાહક તરીકે પણ જાણીતા છે. એમની પાસે પાબ્લો પિકાસોનાં કેટલાંય ઓરિજિનલ ચિત્રો, બુગાટી વિરોન જેવી સુપરકાર્સ અને ઈલન મસ્કની સૂચિત પ્રાઈવેટ ચંદ્રયાત્રાની કન્ફર્મ્ડ ટિકિટ પણ છે. એ 2023માં ઈલન મસ્કની કંપની ‘સ્પેસ એક્સ’ દ્વારા વિશ્વની સૌપ્રથમ ખાનગી ચંદ્રયાત્રા કરવાના છે.

X
japanese tycoon gets world record for most retweets
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App