1952થી અત્યાર સુધીમાં નખ 29 ફૂટના થયા, 66 વર્ષ બાદ અમેરિકામાં કપાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ વિશ્વમાં સૌથી લાંબા નખ રાખનારા ભારતીય વ્યક્તિ શ્રીધર ચિલ્લાલે આખરે 6 વર્ષ બાદ તેમના નખ કપાવી નાખ્યા છે. 82 વર્ષના ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર ચિલ્લાલના નખ અમેરિકામાં આયોજિત એક સમારોહમાં કાપવામાં આવ્યા. ટાઈમ્સ સ્ક્વેરમાં રિપલે બિલીવ ઈટ અને નોટ મ્યૂઝિયમમાં નખ કારવાનો એક પ્રોગ્રામ આયોજિત કરાયો હતો, જ્યાં શ્રીધર ચિલ્લાલના નખ કાપવામાં આવ્યા. આ બધા નખની લંબાઈ 909.6 સેન્ટીમીટર(29.84 ફૂટ) છે. તેના અંગુઠાના નખની લંબાઈ 197.8 સેન્ટીમીટર(6.48) છે.

 

એક હાથે થઈ ગયો વિકલાંગ


ઉલ્લેખનીય છે કે, 2016માં એક હાથ પર સૌથી લાંબા સમય સુધી નખ રાખવા માટે શ્રીધર ચિલ્લાલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યો હતો. જોકે, હવે તેઓ તે હાથે સંપૂર્ણપણે વિકલાંગ થઈ ચૂક્યા છે.

 

મ્યૂઝિયમમાં રાખવામાં આવશે


રિપલે બિલિવ ઈટ યા નોટ મ્યૂઝિયમ દ્વારા આ સમારોહ માટે રેકોર્ડ ધરાવનાર શ્રીધર ચિલ્લાલને મહારાષ્ટ્રના પૂણેથી ન્યુયોર્ક બોલાવાયા છે, જ્યાં તેમના નખને સંરક્ષિત કરીને પ્રદર્શન માટે રાખવામાં આવશે. ટાઈમ્સ સ્ક્વેર સ્થિત આ મ્યૂઝિયમમાં દુનિયાભરની 20 ગેલેરી અને 500થી વધારે કલાકૃતિઓ રાખવામાં આવી છે.

 

પરિવારજનોનો મળ્યો સપોર્ટ

 

રેકોર્ડ ધારક ચિલ્લાલને નખ વધારવા માટે તેની પત્ની અને બાળકોએ ક્યારેય રોક્યા નથી. જોકે, ઉંમર વધવાની સાથે સાથે તેમને સામાન્ય જીવનશૈલી જીવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

 

લગ્ન બાદ ભારતથી વિદેશ ગયેલી યુવતીએ શેર કર્યા લાઈફના કિસ્સા, કહ્યું- એરેન્જ મેરેજથી નહોતી ખુશ, 18 વર્ષ બાદ ડિવોર્સ આપીને શોધી લીધો નવો પાર્ટનર

અન્ય સમાચારો પણ છે...