જાપાન: બૌદ્ધ મંદિરમાં બાળકોના પુનર્જન્મ માટે થાય છે પ્રાર્થના, લગાવાય છે મૃત્યુ પામેલા બાળકોની મૂર્તિઓ

મંદિરમાં આજે 15 હજારથી પણ વધારે બાળકોની મૂર્તિઓ લગાવવામાં આવી છે

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 06:18 PM
In Japan prayers are performed for rebirth of unborn children

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: સૌતામા પ્રાંતમાં એક બુદ્ધ મંદિર આવેલું છે. જ્યાં જન્મ પહેલા જ મોતને ભેટેલા અથવા ગર્ભપાતને લીધે મોતને ભેટેલા બાળકોની યાદમાં સ્મારક બનાવાયું છે. મંદિરમાં આજે 15 હજારથી પણ વધારે બાળકોની મૂર્તિઓ લગાવવામાં આવી છે. જેની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. તે મૂર્તિઓને જીજો સ્ટેચ્યુ કહેવામાં આવે છે.

- આ પ્રતિમાને સ્થાપિત કરવાનો હેતું અજન્મેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. એવું કરવાથી પરિવારના લોકોની ઇચ્છા એવી રહે છે કે, ફરીથી આ બાળક બીજા પરિવારમાં જન્મ લઇ શકે. સાથે-સાથે આ પ્રતિમા પાસે આવીને લોકો પોતાના દુઃખને ઓછું કરી શકે છે.


* ક્યારે શરૂ થઇ હતી આ પરંપરા?
- એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હવે તાઇવાન અને કોરિયામાં પણ આવું સ્મારક બનાવવામાં આવ્યું છે. મોજુકો કુયોની આ પરંપરા 1970માં થરૂ થઇ હતી જે 1980 સુધી ખુબ જ લોકપ્રિય થઇ હતી. મોજુકો કુયોનો મતલબ મૃત શીશુ છે. કોરિયા પણ કેટલાક સમયથી આ અનુષ્ઠાન કરી રહ્યો છે. તમને જાણીને નવાઇ લાગશે કે, આ એટલું લોકપ્રિય થયું છે કે હવે અમેરિકામાં પણ આ અનુષ્ઠાન કરવામાં આવે છે.
- બાળકોને મેલી નજરથી બચાવવા માટે અનુષ્ઠાન કરવા જોઇએ એવું બૌદ્ધ પરંપરામાં માનવામાં આવે છે. આ અનુષ્ઠાન અજન્મેલા બાળકોને શાંતિ આપે છે. હજારો લોકો અહીં સોવારે ભેગા મળીને મૃતબાળકો માટે પ્રાર્થના કરે છે. જે દુનિયામાં આવી શક્યા નથી. પ્રાર્થના કરવામાં આવે છે કે, તેઓ ફરીથી ધરતી ઉપર અવતાર લે.

X
In Japan prayers are performed for rebirth of unborn children
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App