તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેલફોનની શોધ 1970માં થઈ છે તો, 1937ની આ તસવીરમાં આ શું છે? | If Invention Of Cell Phones In 1970s Than What Is This In This Picture Of 1937

સેલફોનની શોધ 1970માં થઈ છે તો, 1937ની આ તસવીરમાં આ શું છે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબગજબ ડેસ્કઃ તમને કદાચ ખબર હશે કે સેલફોનની શોધ 1970ના દાયકા બાદ થઈ છે, પરંતુ હાલ એક 80 વર્ષ જૂની તસવીર લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલી છે. ખાસ કરીને તેના વિશે ટાઈમ ટ્રાવેલમાં વિશ્વાસ રાખતા લોકો વાત કરી રહ્યા છે. કારણ જાણીને તમે પણ ચોંકી જશો.

 

અમેરિક આઈફોન સાથે દેખાઈ રહ્યો છે


આ તસવીરમાં એક Native અમેરિકનને આઈફોન સાથે જોઈ શકાય છે. આ પેઈન્ટિંગનું ટાઈટલ Mr Pynchon and the Settling of Springfield છે. ઉલ્લેખનીય છે કે, આ પેઈન્ટિંગને વર્ષ 1937માં ઈટાલીના પેઈન્ટર ઉમ્બેર્તો રોમાનોએ બનાવી હતી. આ પેઈન્ટિંગમાં બ્રિટિશ સેટલર્સ સાથે બે અમેરિકન આદિવાસીઓને પણ બતાવાયા છે. વર્ષ 1630માં આ ગ્રુપની પહેલીવાર અમેરિકાના Massachusettsમાં મુલાકાત થઈ હતી.

 

શું છે આ પેઈન્ટિંગની ખાસ વાત


આ પેઈન્ટિંગમાં ખાસ વાત એ છે કે, તે સમયેથી લઈને વર્ષ 1930ના દાયકા ના તો સેલફોનની શોધ થઈ હતી અને ના તો કોઈ સ્માર્ટફોનની, લગભગ 8 દાયકા પહેલા બનેલી આ પેઈન્ટિંગમાં સ્માર્ટફોન ક્યાંથી આવ્યો. એવામાં એ જાણવું પણ રસપ્રદ હશે કે આ સ્માર્ટફોનની રચના પાછળ ચિત્રકારનો શું વિચાર રહ્યો હશે. આ તસવીરમાં એક અન્ય વ્યક્તિને બાંધેલો છે, પરંતુ ત્યારબાદ પણ તે તેની પાસે બેસેલા વ્યક્તિના સેલફોનમાં ડોકિયું કરતો દેખાઈ રહ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, સેલફોન વર્ષ 1970 પહેલા સુધી અસ્તિત્વમાં આવ્યા નહોતા અને સ્માર્ટફોન્સ પણ ગત દાયકાથી જ અસ્તિત્વમાં આવ્યા છે. તેના વિશે ઈતિહાસકારોનું માનવું છે કે, આ કોઈ બ્લેડ કે બોટલ હોઈ શકે છે કારણ કે, કોઈ સ્માર્ટફોનના બદલે તો આ વસ્તુઓની શક્યતાઓ વધારે હોઈ શકે છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ કોના હાથમાં છે આઈફોન...