પોતાની અઢળક સંપત્તીને રઈસ લોકો આખરે કેવી રીતે અને ક્યાં ખર્ચ કરે છે?

25 વર્ષ સુધી ધનિકો સાથે રહેનાર ફોટોગ્રાફરે ખોલ્યું સિક્રેટ

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 12:00 PM
How do the rich people of world spend their innumerable wealth

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકન ફોટોગ્રાફર લોરેન ગ્રીનફિલ્ડે આખી દુનિયાના ધનિકોની લાઈફસ્ટાઈલને નજીકથી જાણવામાં પોતાના 25 વર્ષ કાઢ્યા છે. તેણે તેમનો ખાસ સમય પોતાના કેમેરામાં કેદ કર્યો છે. લોરેને 1992માં એક અનોખો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. લોરેનનો આ પ્રોજેક્ટ સફળ રહ્યો અને હવે તેની પાસે આવી હજારો તસવીરોનું કલેક્શન છે. તેમાંથી લોરેને લગભગ 650 ફોટોગ્રાફ્સ જનરેશન વેલ્થ નામના પુસ્તકમાં પબ્લિશ કર્યા છે. ઘરથી મેદાન સુધી ગોલ્ફની ફેસિલિટી...

ગોલ્ફની શોખિન ય્વોન ઝુ

આ તસવીર શાંઘાઈની ફેમસ કેબલ ઈન્ડસ્ટ્રી હુઈયાંગની વાઈસ બોર્ડ ચેરમેન વોન ઝુની છે, જે ઘરમાં ગોલ્ફની પ્રેક્ટિક કરતી દેખાઈ રહી છે. ઝુને ગોલ્ફનો બહુ શોખ છે અને તેણે ઘરની અંદરથી મેદાન સુધીમાં તેની વ્યવસ્થા કરી રાખી છે. આ સિવાય તેનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. ઘરમાં દુનિયાભરની મોંઘામાં મોંઘી વસ્તુઓનું કલેક્શન છે.

આગળ સ્લાઇડ્સ બદલોને જુઓ વિશ્વના સૌથી રઇસ લોકો ક્યાં ખર્ચે છે પૈસા...

આ પણ વાંચો - મધરાતે રસ્તામાં પૂરું થયું કારનું પેટ્રોલ, મહિલાને એકલી જોઈ બેઘરે કરી મદદ, પોતાની પાસે બચેલા છેલ્લા 20 ડોલરથી ખરીદી લાવ્યો પેટ્રોલ

How do the rich people of world spend their innumerable wealth

રશિયાનું સૌથી પોપ્યુલર સ્વેટર

આ તસવીરમાં રશિયાનું કેપિટલ સિટી મોસ્કોના અત્યંત પોશ વિસ્તારમાં રહેતી પૂર્વ મોડેલ ઇલોના સ્ટોલી અને તેની ચાર વર્ષની દીકરી મિશેલ. સ્ટોલીએ પહેરેલું સ્વેટર તેના ફેશન સ્ટાઇલિસ્ટ ફ્રેન્ડ એન્ડ્રી આર્ટીમોવે તૈયાર કરેલું છે. મોસ્કોના ઇલાઇટ ક્લાસની મહિલાઓમાં આ સ્વેટરનો ટ્રેન્ડ છે અને તેની કીંમત લાખો રૂપિયામાં હોય છે. જ્યારે, ઈલોના સૌથી વધારે ખર્ચ મોંઘા-મોંઘા કપડાં પહેરવા માટે કરે છે. તેની પાસે કરોડો રૂપિયાના ડ્રેસનું કલેક્શન છે.

How do the rich people of world spend their innumerable wealth

અમેરિકાનો સૌથી વધારે કમાણી કરતો ક્લબ

આ નજારો અમેરિકાના લાસ વેગસમાં માર્કી ક્લબની સેટર્ડ નાઇટ પાર્ટીનો છે. અહીંયા માત્ર વીઆઈપીની જ એન્ટ્રી થાય છે, જે રોજના ડાન્સર્સ પર લાખો રૂપિયા ઉડાવી દે છે. એક વીઆઇપી 100 ડોલરનું બન્ડલ સ્ટ્રીપર્સ પર ઉડાવી રહ્યો છે. માર્કી અમેરિકાનું સૌથી વધુ કમાણી કરતું નાઇટ ક્લબ છે. 

How do the rich people of world spend their innumerable wealth

બિઝનેસવુમન લિન્ડસે 

19 વર્ષની લિન્ડસે કેલિફોર્નિયાની ફેમસ બિઝનેસવુમન છે. લિંડસેને સર્જરીનો બહુ શોખ છે. તે પેટ, બ્રેસ્ટ, ગાલ, નાકની સર્જરી કરાવી ચૂકી છે. લોરેને જ્યારે તેની આ તસવીર ક્લિક કરી હતી, ત્યારે તેણે નાકની સર્જરી કરાવી હતી.

How do the rich people of world spend their innumerable wealth

અમેરિકન મ્યુઝિયન ટુ-પેકે 

અમેરિકન મ્યુઝિયન ટુ-પેકેને જુગાર રમવાનો શોખ છે. તે જુગારમાં અત્યાર સુધી કરોડો રૂપિયા હારી ચૂક્યો છે, પરંતુ તેનો શોખ ઓછો થયો નથી. લોરેને જ્યારે 2001માં તેની આ તસવીર ક્લિક કરી ત્યારે તેણે, લાસ વેગાસના લક્ઝર હોટેલના એક કસિનોમાં ગણતરીની મિનિટોમાં જ લાખો ડોલર હાર્યો હતો.

How do the rich people of world spend their innumerable wealth

બ્યૂટી પેજન્ટ કૈલિયા 

આ કેલિફોર્નિયાની પાંચ વર્ષની બ્યૂટી પેજન્ટ કૈલિયા છે, જેણે 2013માં કેલિફોર્નિયાના વેન્ચ્યુરા કાઉન્ટીમાં આયોજીત સમર ફન બ્યૂટી પેજન્ટનો ખિતાબ જીતી હતી. આ દરમિયાન 500 ડોલરનું કેશ પ્રાઈઝ પણ મળ્યું હતું. 8 વર્ષની થઈ ચૂકેલી કૈલિયા ફેશન માટે જાણિતી છે. દર મહિને લાખો રૂપિયા ખાલી તેના કપડાં પર જ ખર્ચ કરે છે.
 
X
How do the rich people of world spend their innumerable wealth
How do the rich people of world spend their innumerable wealth
How do the rich people of world spend their innumerable wealth
How do the rich people of world spend their innumerable wealth
How do the rich people of world spend their innumerable wealth
How do the rich people of world spend their innumerable wealth
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App