તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહી એકઠા થાય છે દુનિયાભરના આળસુ લોકો, રસ્તા પર સૂતેલા જોવા મળે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ દુનિયામાં આળસુ લોકોની અછત નથી. અમુક લોકો તો એટલા આળસુ હોય છે કે, તમે તેના પર પાણી નાખીને પણ નથી ઉઠાડી શકતા. ભારે વરસાદ પણ તેને નથી જગાડી શકતો. આળસુ લોકોનો આવો નજારો જોવા મળે છે કોલંબિયામાં. જ્યાં દુનિયાભરના આળસુ લોકો એકઠા થાય છે અને રસ્તા પર જ્યાં-ત્યાં સૂતા રહે છે.

 

કોઈ રસ્તા પર તો કોઈ ઝાડ નીચે સૂતેલું જોવા મળે છે


અહીંયા તમને કોઈ રસ્તા વચ્ચે બેડ નાખીને સૂતો જોવા મળશે તો કોઈ ઝાડ નીચે. જોકે, આ બધું વર્લ્ડ લેઝિનેસ ડેના દિવસે જોવા મળે છે. આ દિવસ તમારા માટે વિચિત્ર ભલે હોઈ શકે, પરંતુ અહીંયા આ દિવસને સેલિબ્રેટ કરવા માટે દુનિયાભરના આળસુ લોકો આવે છે અને ફેસ્ટિવલનો ભાગ બને છે. આ વખતે ગત 19 ઓગસ્ટને રવિવારના રોજ કોલંબિયાના ઈતાગુઈ શહેરમાં આ દિવસ મનાવવામાં આવ્યો.

 

ગાદલા, બેડ લઈને આવી જાય છે લોકો


આ દરમિયાન લોકો પોતાની સાથે ગાદલા, બેડ લઈને આવે છે. આ દરમિયાન લોકોએ પોતાના બેડ રંગબેરંગી લાકડાથી શણગાર્યો અને રસ્તા પર પાથરીને સૂવાનો આનંદ લીધો. જણાવી દઈએ કે, આ એક એવો દિવસ છે જ્યારે ઈતાગુઈ શહેર આળસુ લોકોથી ભરાઈ જાય છે. એમ કહીએ કે આહીંયા લોકો આખો દિવસ લોકો બેડ પર આળસ કાઢીને પસાર કરે છે.

 

1985થી દર વર્ષે મનાવાય છે આ દિવસ


ઉલ્લેખનીય છે કે, આ સેલિબ્રેશન કરવા પાછળ એક ખાસ કારણ છે. જે બહુ રસપ્રદ છે. જોકે, કોલંબિયાના લોકો તણાવ સામેલ લડવા માટે દર વર્ષે આળસનો દિવસ મનાવે છે. આ વખતે પણ કોલંબિયામાં લોકો પોતાના ગાદલા, બેડ લઈને રસ્તા પર સૂતેલા જોવા મળ્યા. આખો દિવસ આળસમાં ડૂબેલા રહેવા માટે આ દિવસ કોઈ નવો નથી, પરંતુ 1985થી દર વર્ષે મનાવાય છે. કોલંબિયાના ઉત્તર પશ્ચિમમાં સ્થિત ઈતાગુઈ શહેરની વસ્તી 2 લાખ છે. આજથી 33 વર્ષ પહેલા એક રહેવાસી મારિયો મોંટોયાને આ વિચાર આવ્યો હતો કે, શહેરમાં લોકો પાસે આરામ કરવા માટે એક દિવસ હોવો જોઈએ. આ દિવસે આળસુ લોકો માટે સ્પર્ધા પણ હોય છે, જેમ કે કોનો પાઈજામો સૌથી સારો દેખાઈ રહ્યો છે અને કોણ સૌથી ઝડપથી બેડ પર પહોંચે ઠેય

 

આ પણ વાંચો - હોસ્પિટલના એક જ વિભાગમાં કામ કરતી તમામ નર્સ થઈ પ્રેગ્નેન્ટ, ફેસબુક દ્વારા મળી જાણકારી

અન્ય સમાચારો પણ છે...