• Gujarati News
  • National
  • લગ્ન બાદ ભારતથી વિદેશ ગયેલી યુવતીએ શેર કર્યા લાઈફના કિસ્સા, કહ્યું એરેન્જ મેરેજથી નહોતી ખુશ, 18 વર

લગ્ન બાદ ભારતથી વિદેશ ગયેલી યુવતીએ શેર કર્યા લાઈફના કિસ્સા, કહ્યું- એરેન્જ મેરેજથી નહોતી ખુશ, 18 વર્ષ બાદ ડિવોર્સ આપીને શોધી લીધો નવો પાર્ટનર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ લગ્ન બાદ પતિ સાથે ઈંગ્લેન્ડમાં રહેવા ગયેલી ભારતીય મહિલાએ તેની લાઈફમાં આવેલા ઉતાર-ચઢાવના કેટલાક કિસ્સા શેર કર્યા છે. 46 વર્ષની ટીના કેનવર્દીએ જણાવ્યું કે, કેવી રીતે તેણે લાંબી રાહ જોયા બાદ તેના પહેલા લગ્નથી અલગ થઈ શકી અને પછી એક આત્મનિર્ભર મહિલા બની. આ દરમિયાન તેની મુલાકાત કોમર્શિયલ બેંકર સાથે થઈ, જેની સાથે તેણે બીજા લગ્ન કર્યા અને હવે પોતાની લાઈફ એન્જોય કરી રહી છે. તે પણ પરિવાર અને તેના ત્રણ દીકરાની સંમતિથી.

 

લગ્નના પહેલા દિવસથી નહોતી ખુશ


લિસેસ્ટરમાં રહેતી ટીનાએ જણાવ્યું કે, ભારતના નાના એવા ગામમાંથી તે 1993માં તેનું કેરિયર બનાવવા બ્રિટન જતી રહી હતી. 2 વર્ષ બાદ દેશ પરત ફરી તો 22 વર્ષની ઉંમરે તેના પરંપરાગત હિન્દૂ પરિવારે તેના એરેન્જ મેરેજ કરાવી દીધા હતા. ત્યારબાદ પતિ સાથે તે પાછી ઈંગ્લેન્ડ આવી ગઈ હતી. ટીનાએ જણાવ્યું, હું આ લગ્નના પહેલા દિવસથી જ ખુશ નહોતી. પહેલી સ્ટિલબર્થ બાદ તો હું ડિપ્રેશનમાં જતી રહી હતી. હું એક આઝાદ વ્યક્તિ છું અને આ લગ્નમાં હું એકદમ મર્યાદિત થઈ ગઈ હતી. હું એ કામ જ નહોતી કરી શકી, જે હું કરવા માંગતી હતી.

 

18 વર્ષ બાદ સંબંધ તોડવાનો નિર્ણય


પતિનું નામ લીધા વગર તેણીએ જણાવ્યું કે, 18 વર્ષ બાદ મેં આ સંબંધ તોડવાનો નિર્ણય લઈ લીધો. હું 38 વર્ષની ઉંમરે ફરી સિંગલ થઈ ગઈ અને એક આત્મનિર્ભર મહિલા થવાના મારા સપનાને ફોલો કરવા લાગી, જેથી હું મારા કેરિયરને આકાર આપી શકું અને મારા ત્રણેય દીકરાને સપોર્ટ કરી શકું. મને સારી નોકરી પણ મળી ગઈ, પરંતુ 2014 સુધી મને એવું લાગવા લાગ્યું કે, મારી લાઈફમાં કંઈક ખૂટે છે.

 

નવા લાઈફ પાર્ટનરની શોધ


ટીનાએ જણાવ્યું કે, મેં પરિસ્થિતિને કન્ટ્રોલ કરતા જિંદગીની નવી ફિલોસફીને ફોલો કરી અને નવા પાર્ટનરની શોધમાં એક ઓનલાઈન ડેટિંગ એજન્સી જોઈન કરી લીધી. અહીંયા ઘણા લોકો મળ્યા, પરંતુ મારા સવાલો પર સાચા ના ઉચર્યા. હું લગભગ નિરાશ થઈ ચૂકી હતી કે ત્યારે મારી વાતચીત કોમર્શિયલ બેંકર એન્ડ્ર્યૂ સાથે થઈ. થોડા અઠવાડિયાની ચેટિંગ બાદ અમે સાથે ડ્રિંક્સ માટે મળ્યા, પરંતુ પહેલી મુલાકાતમાં ડિનર પણ સાથે કરવાનો નિર્ણય લીધો. ટીનાએ જણાવ્યું કે, એન્ડ્ર્યૂ મારા બધા સવાલો પર ખરો ઉતર્યો. અમે બે અલગ-અલગ શહેરમાં રહેતા હતા, પરંતુ દર વિકેન્ડ પર એકબીજાને મળવા લાગ્યા અને સમય પસાર કરવા લાગ્યા. આ વાતની મારા દીકરાઓને કોઈ વાંધો નહોતો, પરંતુ મારા પરંપરાગત પરિવારને તેનાથઈ વાંધો હતો.

 

બીજા લગ્ન માટે ખુશ નહોતા પરિવારજનો


ટીનાએ જણાવ્યું કે, તેના પેરેન્ટ્સ તેના બીજા લગ્ન માટે ઈનકાર કરી દીધો હતો. બધાની મોઢે માત્ર ના જ હતી. હું પણ પરિવારને સામેલ કર્યા વગર લગ્ન કરવા માંગતી નહોતી, પરંતુ મારા પ્રેમને પણ ગુમાવવા નહોતી માંગતી. એન્ડ્ર્યૂએ જ્યારે સપ્ટેમ્બર 2016માં મને સ્કોટલેન્ડના વિલિયમ વેલસ માન્યુમેન્ટમાં પ્રપોઝ કરી, ત્યારે મારા પરિવારને અમારા સંબંધની ગંભીરતાનો અહેસાસ થયો અને તેઓ ખુશ થઈ ગયા. ત્યારબાદ જુલાઈ 2017માં આખા પરિવાર વચ્ચે બીચ નોટિંઘમમાં અમારા લગ્ન થયા. 12 દિવસના હનીમૂન પર અમે ઈન્ડિયા આવ્યા. હવે એન્ડ્ર્યૂ મારા માતાના સૌથી ફેવરેટ જમાઈ છે.

 

લગ્ન બાદ પણ રહે છે અલગ-અલગ


ટીના પ્રમાણે, પોતાનાં કામ અને જવાબદારી માટે અમે લગ્ન પછી પણ અલગ-અલગ શહેરમાં જ રહીએ છીએ. અમે અઠવાડિયામાં ઘણી વાર મળીએ છીએ, પરંતુ અમારા માટે આ કોઈ મુદ્દો નથી કે અમે સાથે રહીએ છીએ કે નહીં. અમે બન્ને અમારી નવી લાઈફથી ઘણા ખુશ છીએ. એન્ડ્ર્યૂને 5 વર્ષનો પુત્ર છે, જેની તેણે દેખરેખ કરવાની છે. ત્યારે, મને લાઈફ એન્જોય કરવાની સાથે જ મારા બાળકોનો ઉછેર કરવાનો છે. ટીનાને ત્રણ દીકરા છે ગોવિંદ(ઉ.વ.-22), કાર્તિક(ઉ.વ.-18) અને રાહુત(ઉ.વ.-10).

 

ફિલ્મ 'પેડમેન'થી બે ટીનએજર્સ યુવતીને મળી પ્રેરણા, પેડ બનાવીને ફીમાં કરી રહી છે વિતરણ

અન્ય સમાચારો પણ છે...