Home » Ajab-Gajab » Strange » girl had bad dirty habit of chewing nails first wound happened then the whole thumb cut to save life

છોકરીને હતી નખ ખાવાની ગંદી ટેવ, પહેલા પડ્યો ઘા, પછી જીવ બચાવવા કાપવો પડ્યો અંગૂઠો

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 11:32 AM

જો તમને પણ નખ ચાવવાની આદત છે તો આજથી જ છોડી દેજો, નહીં તો ભોગવવું પડશે ખરાબ પરિણામ

 • girl had bad dirty habit of chewing nails first wound happened then the whole thumb cut to save life
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  (આ કહાણી સોશિયલ વાયરલ સીરીઝ હેઠળ છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા પર આવી સ્ટોરી વાયરલ થઈ છે, જેને તમારે જાણવી જોઈએ.)

  અજબ-ગજબ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં રહેતી એક કોલેજ ગર્લને પોતાના નખ ચાવવાની આદત ઘણી મોંઘી પડી ગઈ. આ આદતના કારણ તેના અંગુઠામાં ખતરનાક ઘા થઈ ગયો, જે ભવિષ્યમાં વિચિત્ર પ્રકારના કેન્સરમાં પરિવર્તિત થઈ ગયો. ત્યારબાદ ડોક્ટર્સે તેનો અંગૂઠો કાપીને તેનો જીવ બચાવ્યો.

  પરિવારજનોથી 4 વર્ષ સુધી છૂપાવી રાખી હકીકત


  - આ સ્ટોરી ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં રહેતી 20 વર્ષની કર્ટની વ્હિથોર્નની છે. જે સાઈકલોજી સ્ટુડન્ટ હોવાની સાથે સાથે પાર્ટટાઈમ રિસેપ્શનિસ્ટની જોબ પણ કરે છે.
  - વ્હિથોર્નને નખ ચાવવાની આદત બાળપણથી હતી. તેને આ આદત સ્કૂલ દરમિયાન પડી હતી, અન્ય બાળકો તેને પરેશાન કરતા તો તે ગભરાહટમાં નખ ચાવવાનું શીખી ગઈ.
  - પોતાની આ આદતના કારણથી વ્હિથોર્ને ચાર વર્ષ પહેલા 2014માં તેના અંગુઠાનો આખો નખ ચાવી ગઈ હતી. ત્યારબાદ તેનો અંગુઠા કાળો પડવાનો શરૂ થઈ ગયો, કર્ટન આ વાતથી ઘણી શરમમાં હતી, એટલા માટે તેને આગામી ચાર વર્ષ સુધી આ વાત તેના મિત્રો અને પરિવારજનોથી છૂપાવી રાખી.
  - આ વર્ષે જુલાઈમાં કર્ટનીના જમણા હાથના અંગુઠાનો ઘા સડવા લાગ્યો, ત્યારબાદ તે ડોક્ટર પાસે પહોંચી. તપાસમાં ખબર પડી કે અંગુઠામાં થયેલા ઘામાં વિચિત્ર પ્રકારનું કેન્સર થઈ ગયું છે. કર્ટનીને એક્રાલ લેંટિગિનસ સબંગુઅલ મેલેનોમા નામનું કેન્સર થયું હતું.
  - ત્યારબાદ ડોક્ટર્સે ઘણી સર્જરી કરીને કેન્સરને હટાવવા અને અંગુઠાને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ત્યારબાદ તેનો જીવ બચાવવા માટે ડોક્ટર્સે ગત સપ્તાહે અંગુઠા કાપવાનો નિર્ણય લીધો. તેનું કહેવું હતું કે, વધાર રાહ જોઈશું તો કેન્સર શરીરના અન્ય ભાગમાં પણ ફેલાઈ શકે છે.

  થયું હતું ખતરનાક સ્કીનનું કેન્સર


  - અંગૂઠો કાળો પડવાનો શરૂ થયા બાદ વ્હિથોર્નો ડોક્ટરને જઈને મળી. ત્યાંથી તેને પ્લાસ્ટિક સર્જન પાસે મોકલાઈ. ડોક્ટર્સે પહેલા તો કહ્યું કે, માત્ર નખ કાઢવાથી કામ ચાલી જશે, પરંતુ પછી ડોક્ટર્સે તેને બાયોપ્સી કરાવવાનું કહ્યું.
  - બાયોપ્સી સાથે થયેલી અન્ય ઘણી તપાસ બાદ ખબર પડી તે તેના અંગુઠામાં ખતરનાક પ્રકારનું કેન્સર થયું છે, ત્યારબાદ ઘણી સર્જરી કરતા તેના અંગુઠામાંથી કેન્સર પ્રભાવિત સેલ્સ કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યા સુધી તે આખા અંગુઠામાં ફેલાઈ ચૂક્યું હતું.
  - કર્ટનીનો એક્રાલ લેંટિગિનસ સબંગુઅલ મેલેનોમા નામનું વિચિત્ર પ્રકારનું સ્કીન કેન્સર થયું હતું. જે કોઈ વ્યક્તિની હથેળી કે તેના પગના તળીયા કે તેના નખના નીચે થાય છે.
  - સામાન્ય રીતે ખરાબ સ્કીન પર એક સપાટ ધબ્બા સાથે શરૂ થાય થે, જે એક ડાઘા જેવું દેખાય છે. ધીમે ધીમે તે વધે છે. આ કેન્સર સામાન્ય રીતે તલ દ્વારા ફેલાય છે અને તેને ગોરા લોકોમાં થવાની શક્યતા વધારે હોય છે.

  કર્ટનીને ના થયો વિશ્વાસ


  - આ વિશે વ્હિથોર્ને કહ્યું કે, જ્યારે મને ખબર પડી કે મારા નખ ખવાની આદતના કારણ મને કેન્સર થયું છે તો હું બહુ પરેશાન થઈ ગઈ હતી.
  - હું વિચારી રહી હતી મારી સાથે મેં આ શું કર્યું? પરંતુ હું જાણતી હતી કે, મેં સમજી વિચારીને નથી કર્યું. મને ભરોસો નહોતો થઈ રહ્યો. ત્યારે હવે તમે એ વિચારો છો કે દુનિયાભરમાં આવા કેટલા બાળકો છે જે પોતાના નખ ખાય છે તો તમારું મગજ ખરાબ થઈ જાય છે.

  આ પણ વાંચો - ટોયલેટ સીટ નીચે ખતરનાક સાંપને જોઈ આ વ્યક્તિનો થયો આવો હાલ, એક પછી એક મળી આવ્યા 24 સાંપ

 • girl had bad dirty habit of chewing nails first wound happened then the whole thumb cut to save life
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • girl had bad dirty habit of chewing nails first wound happened then the whole thumb cut to save life
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ