Home » Ajab-Gajab » Strange » Furious bride releases letter she wrote to sister who 'spoiled' her wedding 10 years after

મોટી બહેનના લગ્નના થોડાં અઠવાડિયા પહેલાં નાની બહેને કર્યું એવું કામ કે દુલ્હન થઇ ગઇ દુઃખી, 10 વર્ષ સુધી છુપાવીને રાખી હતી વાત

Divyabhaskar.com | Updated - Dec 05, 2018, 02:48 PM

10 વર્ષ બાદ લેટર દ્વારા ખુલ્યું રહસ્ય, જે લખ્યા બાદ ક્યારેય પોસ્ટ કરવામાં આવ્યો ન હતો

 • Furious bride releases letter she wrote to sister who 'spoiled' her wedding 10 years after

  અજબ-ગજબ ડેસ્કઃ લગ્નને લઇને દરેક યુવતીઓના પોતાના સપના હોય છે, પરંતુ લગ્નના થોડાં અઠવાડિયા પહેલાં જો તેના સપનાને કોઇ ઠેસ પહોંચાડે તો કન્યાને થતાં દુઃખને સમજી શકાય છે. આવું જ કંઇક આયર્લેન્ડમાં રહેનાર એક યુવતીની સાથે પણ થયું હતું, જ્યારે તેના લગ્નના થોડાં અઠવાડિયા પહેલાં તેની નાની બહેને સગાી કરી લીધી હતી. આ ન્યૂઝ સાંભળીને દુલ્હનને ખૂબ જ દુઃખ થયું હતું અને તે નિરાશ થઇ ગઇ હતી. તેને થયું કે, એન્ડ સમયે સગાઈ કરી લેવાથી બધી જ સ્પોટલાઇટ તેની બહેનને મળી જશે અને તેના લગ્ન ફિક્કા થઇ જશે. જોકે, તે સમયે તો તેણે કશું જ કહ્યું નહીં પરંતુ નિરાશામાં એક લેટર લખ્યો હતો. તે જ લેટર 10 વર્ષ બાદ સામે આવ્યો છે. આયર્લેન્ડના એક ટીવી શોમાં આ લેટરને વાંચવામાં આવ્યો પછી તે વાયરલ થઇ ગયો હતો.

  લગ્નનો બધો જ આનંદ બરબાદ થઇ ગયોઃ-
  - આ સ્ટોરી આયર્લેન્ડમાં રહેનારી એક મહિલાની છે, જેના લગ્ન 10 વર્ષ પહેલાં થયાં હતાં. તેના લગ્નથી 45 દિવસ પહેલાં તેની નાની બહેને સગાઈ કરી લીધી હતી. આ વાતને લઇને મોટી બહેન ખૂબ જ નિરાશ થઇ ગઇ અને નિરાશામાં તેણે એક લેટર લખી દીધો હતો.
  - મહિલાએ ગુસ્સામાં લેટર તો લખી દીધો પરંતુ તેને કોઇ સાથે શેર કર્યો નહીં. જોકે, હવે પોતાના લગ્નના 10 વર્ષ બાદ તેણે તે લેટર એક સોશ્યિલ મીડિયા સાઇટ પર શેર કરી દીધો છે. જેને એક ટીવી શો પર વાંચીને જણાવવામાં આવ્યો.
  - મહિલાએ જે લેટર લખ્યો હતો તે કંઇક આ રીતે હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે... 'પ્યારી બહેન, મારા લગ્નને માત્ર સાડા 6 અઠવાડિયા જ બાકી છે અને હાલ હું ગેસ્ટ લિસ્ટ બનાવવામાં વ્યસ્ત છું. મારી માટે આ ખૂબ જ તણાવનો સમય છે. કેમ કે, વેડિંગ પ્લાન્સ માટે મારે અનેક સમજોતા કરવા પડી રહ્યા છે, તેવા લોકો માટે જેમને હું ઓળખતી જ નથી.'
  - 'છેલ્લાં બે દિવસોથી હું આ જ વાતને લઇને રડી રહી છું, જેના માટે મારે રડવું જોઇએ નહીં.' જોકે, મહિલા તેની બહેનની સગાઈ માટે રડી રહી હતી. આગળ તેણે લખ્યું કે, 'પ્લીઝ તું મને ખોટી સમજીશ નહીં, હું તારા માટે ખૂબ જ ખુશ છું. મને આ વાતનો ખૂબ જ આનંદ છે કે તને કોઇ એવું મળી ગયું છે જે તને ખૂબ જ ખુશ રાખે છે અને તું તેની સાથે તારું સંપૂર્ણ જીવન પસાર કરવા માંગે છે.'

  નિરાશાનું કારણ જણાવ્યુંઃ-
  - આગળ પોતાની નિરાશાનું કારણ જણાવતાં તેણે લખ્યું, 'પરંતુ શું તું આ સગાઈની ઘોષણા કરતાં પહેલાં છ અઠવાડિયા વધારે રોકાઇ શકતી ન હતી. આપણે એકવાર સગાઈ કરીએ છીએ અને લગ્ન પણ એક જ વાર કરીએ છીએ. આ રીતે લગ્ન પહેલાના થોડાં અઠવાડિયા મારી માટે પણ સ્પેશિયલ છે'
  - 'બે અઠવાડિયા બાદ મારી હેન નાઇટ (ગર્લ્સ બેચલર પાર્ટી) થશે, એવામાં બની શકે છે કે હું વધારે ડિમાન્ડિંગ રહી શકું, પરંતુ આ સમયે બધાનું ધ્યાન મારી તરફ હોવું જોઇએ. તારી પર કે તારી સગાઈ પર નહીં.'
  - 'હવે આપણે બાળકો રહ્યા નથી અને જીવન પણ કોઇ પ્રતિયોગિતા નથી. માટે મેં આ લેટર લખવાનો નિર્ણય કર્યો અને હાલ હું તેને સીલ કરીને રાખી રહી છું અને મારા લગ્ન બાદ તેને પોસ્ટ કરીશ.'
  - 'હું ખૂબ જ નિરાશ છું. તે અને તારા ફિયાન્સે એકવાર પર વિચાર્યું નહીં કે તમારા આ નિર્ણયની મારી પર શું અસર થશે. આ અમારા લગ્નને સેલિબ્રેટ કરવાનો સમય છે. પરંતુ તમે બંનેએ સમજી-વિચારીને મને તેનાથી દૂર કરી દીધી છે.'
  - 'જલ્દી જ તમારા બંનેના સેલિબ્રેટ કરવાનો સમય પણ આવી જશે અને મને આશા છે કે, જેવું તમે મારી સાથે કર્યું છે, તેવું કોઇ તમારી સાથે કરે નહીં. મને જે દુઃખ થયું છે તેના વિશે મેં માતા-પિતા સહિત કોઇને જણાવ્યું નથી. કેમ કે, હું તારા સુખમાં કોઇ ખલેલ ઇચ્છતી નથી.'
  - છેલ્લે તેણે લખ્યું, 'તો, દુલ્હનની પ્રિય બહેન તમારી વિચારહીનતા માટે તમને ધન્યવાદ, જોકે, તારી હરકત પર સાચે જ મને કોઇ આશ્ચર્ય થયું નથી.'

  આ પણ વાંચોઃ- સવારે સૂઇને ઊઠી ત્યારે ઘરની બહારનું દ્રશ્ય જોઇને ડરી ગઇ મહિલા, તેને જોવા મળ્યાં હજારો મૃત્યુ પામેલાં ચામાચીડિયા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ