Divya Bhaskar

Home » Ajab-Gajab » Na Hoy » Live Together fourty eight years in Relationship now married at the age of eighty

48 વર્ષ સુધી લિવ-ઇનમાં રહ્યું આ ભારતીય કપલ, હવે દીકરા-પૌત્ર કરાવી રહ્યા છે લગ્ન

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:24 PM

48 વર્ષ સુધી લિવ-ઇનમાં રહ્યું આ ભારતીય કપલ, હવે 80 વર્ષે કર્યાં લગ્ન

  • Live Together fourty eight years in Relationship now married at the age of eighty
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    અજબ ગજબ ડેસ્કઃ સમાજમાં અનોખા લગ્ન હંમેશાં ચર્ચામાં રહે છે. આજે અમે તમને એક એવા જ અનોખા લગ્ન વિશે જણાવીશું. હાં, આ લગ્નના કિસ્સાને સાંભળીને તમે પણ ચોંકી જશો. લગ્ન પહેલાં આ કપલ 48 વર્ષ સુધી લિવ-ઇન-રિલેશનશિપમાં રહી ચૂક્યું છે. વર અને વધૂની ઉંમર જાણશો તો આશ્ચર્ય પામશો. એક રિપોર્ટ પ્રમાણે આ લગ્નમાં વરની ઉંમર 80 વર્ષ અને વધૂની ઉપર 76 વર્ષ છે. આ અનોખા લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં થયાં છે. ઉદયપુરના મદરી પંચાયતના પરગિયાપદા ગામમાં થયેલાં આ લગ્નની ચર્ચા ખૂબ જ થઇ રહી છે. આ લગ્નમાં વર અને વધૂના પૌત્ર અને દીકરાઓ પણ સામેલ થયાં.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • Live Together fourty eight years in Relationship now married at the age of eighty
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નોંધનીય છે કે આ લગ્નનું આયોજન અને તૈયારીઓની જવાબદારી આ જોડાના પૌત્રએ જ સંભાળી રાખી હતી. વરનું નામ દેવદાસ છે. આ કહાણી કંઇક આ રીતે થરૂ થઇ કે દેવદાસના લગ્ન વર્ષો પહેલાં ચંપા બાઈ સાથે થયા હતાં. પરંતું લગ્નના થોડાં દિવસો પછી દેવદાસ મગ્દૂ બાઈ નામની અન્ય સ્ત્રી સાથે લીવ-ઇન-રિલેશનશીપમાં રહેવાં લાગ્યાં.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • Live Together fourty eight years in Relationship now married at the age of eighty
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મગ્દુ બાઈ દેવદાસની પહેલી પત્નીની સાથે તેના ઘરમાં જ રહેતી હતી. પરંતું દેવદાસની પત્ની અને સમાજના લોકોએ મગ્દુ બાઈનું દેવદાસ સાથે રહેવું ગમતું ન હતું. તેમનો વિરોધ પણ થયો પરંતું દેવદાસે વિરોધ ધ્યાનમાં ન લેતા લગભગ 48 વર્ષ સુધી મગ્દુ બાઈને પોતાની સાથે જ રાખી.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • Live Together fourty eight years in Relationship now married at the age of eighty

    હવે 48 વર્ષ પછી મંગળવારે મગ્દુ અને દેવદાસના લગ્ન સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે થઇ ગયાં. આશ્ચર્યની વાત તો એ છે કે અત્યારે દેવદાસની પહેલી પત્ની ચંપાબાઈ જીવિત છે જોકે, તે આ લગ્નમાં સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે સામેલ થઇ શકી નહીં.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

Trending