• Home
  • Ajab-Gajab
  • Interesting
  • Florida boy distribute donuts to policemen across states and aims to deliver a sweet treat to EVERY officer in the U.S. to thank them for their service

માતા કરતી રહેતી આકરી મહેનત પરંતુ કોઇએ ક્યારેય તેને ન કહ્યું થેક્સ, બાળકને ખૂબ જ ખરાબ લાગતી આ વાત

Divyabhaskar.com

Dec 06, 2018, 03:25 PM IST
Florida boy distribute donuts to policemen across states and aims to deliver a sweet treat to EVERY officer in the U.S. to thank them for their service

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકામાં 11 વર્ષના એક બાળકે પોલીસને ધન્યવાદ કરવા માટે બે વર્ષમાં 70 હજાર ડોનટ વેંચી દીધા. તેણે આ ડોનટ 41 રાજ્યોના પોલસકર્મીઓને વેંચ્યા છે. બાળકનું નામ ટેલર કૈરચ છે અને લોકો તેને હવે 'ડોનટ બોય'ના નામે જ જાણે છે. આ મિશનને શરૂ કરવાની પ્રેરણા તેને પોતાની માતાને જોઇને મળી, જે પોલીસમાં કામ કરતી હતી. તેનો ટાર્ગેટ અમેરિકાના દરેક પોલીસવાળાને ડોનટ આપવાનો છે.

માતાની વાત સાંભળીને શરૂ કર્યું મિશનઃ-
- આ સ્ટોરી ફ્લોરિડાના પેંસાકોલામાં રહેનાર 11 વર્ષના બાળક ટેલર કૈરચની છે, જે પોતાના એક ખાસ મિશન માટે આખા અમેરિકામાં ફેમસ છે. આ બાળક દેશના વિવિધ સ્ટેટમાં ફરતાં પોલીસકર્મીઓને ડોનટ્સ વેંચે છે.
- બાળકને આ કામ કરવાની પ્રેરણા પોતાની માતા શીના કૈરચ પાસેથી મળી, જે પોતે પણ એક પોલીસ ઓફિસર રહી ચૂકી છે. 5th ક્લાસમાં અભ્યાસ કરનાર કૈરચનું કહેવું છે કે, મારી માતા પણ દિવસભર લોકોની મદદ કરતી રહેતી હતી, પરંતુ ત્યાર બાદ પણ ક્યારેય કોઇએ તેને ધન્યવાદ આપ્યો નહીં. આ વાત તેને ખૂબ જ ખરાબ લાગતી હતી.
- ત્યાર બાદ એક દિવસ તેણે એક એક્સપેરિમેન્ટ કરવાનું વિચાર્યું અને 4 પોલીસકર્મીઓને ડોનટ્સ આપીને થેક્સ કહ્યું. તેને આ જાણીને ખૂબ જ સારું લાગ્યું કે, તેની આ નાની કોશિશથી તે ઓફિસર્સ ખૂબ જ ખુશ થઇ ગયાં. આ વાત તેણે જઇને પોતાની માતાને જણાવી અને તેને પૂછ્યું કે તેઓ ડોનટ જોઇને આટલાં ખુશ કેમ થઇ ગયાં?
- દીકરાના સવાલના જવાબમાં શીનાએ કહ્યું, 'તે લોકો તારી પાસેથી ડોનટ મેળવીને ખુશ નથી થયાં, પરંતુ તેઓ આ વાતથી ખુશ હતાં કે તે ત્યાં જઇને તેમને થેક્સ કહ્યું.' ત્યાર બાદ કૈરચે કહ્યું કે, હવે તેઓ અમેરિકાના દરેક પોલીસવાળાને જઇને થેક્યુ કહશે.

- ત્યાર બાદ ઓગસ્ટ 2016થી કૈરચે એક મિશન શરૂ કર્યું, જેના હેઠળ તે પોલીસવાળાને ફરી-ફરીને ડોનટ આપવા લાગ્યો અને થેક્યૂ કહેવા લાગ્યો. છેલ્લાં બે વર્ષમાં તે 41 સ્ટેટમાં ફરીને લગભગ 70 હજાર ડોનટ્સ વેંચી ચૂક્યો છે. જોકે, તેનો ટાર્ગેટ હજી ઘણો મોટો છે, કેમ કે અમેરિકામાં 9 લાખ પોલીસકર્મીઓ છે.
- તેના આ કામને જોઇને લોકો ખૂબ જ ખુશ થાય છે અને તેને શાબાસી પણ આપે છે. જ્યારે તે પોલીસવાળાને થેક્યૂ બોલવા જાય છે ત્યારે બદલામાં પોલીસકર્મીઓ તેને ઘોડેસવારી કરાવે છે, પોલીસ ડોગની સાથે રમવા દે છે અને પોતાની સાથે ફરવા પણ લઇ જાય છે.

આ પણ વાંચોઃ- ઘરમાંથી લાપતા હતી 2 વર્ષની બાળકી, તળાવમાં તરતી જોવા મળી લાશ

X
Florida boy distribute donuts to policemen across states and aims to deliver a sweet treat to EVERY officer in the U.S. to thank them for their service
Florida boy distribute donuts to policemen across states and aims to deliver a sweet treat to EVERY officer in the U.S. to thank them for their service
Florida boy distribute donuts to policemen across states and aims to deliver a sweet treat to EVERY officer in the U.S. to thank them for their service
Florida boy distribute donuts to policemen across states and aims to deliver a sweet treat to EVERY officer in the U.S. to thank them for their service
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી