તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Flipkartએ હેડફોનના બદલે મોકલી તેલની બોટલ, ફોન કર્યો તો મળ્યું BJP સભ્યપદ | Flipkarts Customer Call On Helpline Number To Complain Regarding Wrong Delivery

Flipkartએ હેડફોનના બદલે મોકલી તેલની બોટલ, ફોન કર્યો તો મળ્યું BJP સભ્યપદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબગજબ ડેસ્કઃ આખી દુનિયામાં હાલ ફીફા ફૂટબોલ વર્લ્ડ કપની મજા માણી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ફૂટબોલને લઈને અલગ જ દીવનગી જોવા મળી છે. કલકત્તામાં એક ફૂટબોલ ચાહકે ઓનલાઈ શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર બે હેડફોન ઓર્ડર કર્યા, જેથી તે હેડફોન લગાવીને મોડી રાત સુધી મેચ જોવે અને પરિવારને ડિસ્ટર્બ પણ ના થાય. જ્યારે ફ્લિપકાર્ટનું પાર્સલ આવ્યું તો તેમાં હેડફોનના બદલે તેલની બોટલ નીકળી. 

 

શું લખ્યું હતું મેસેજમાં?


ત્યારબાદ તેણે ગુસ્સામાં ફ્લિપકાર્ટને ફરિયાદ કરવા માટે પેકેટ પર છપાયેલા નંબર પર કોલ કર્યો, પરંતુ ફોનની એક રિંગ વાગ્યા બાદ કટ થઈ ગયો. તેણે બીજીવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો તો એક મેસેજ આવ્યો. તેની શરૂઆતમાં લખ્યું હતું 'વેલકમ ટૂ ભાજપા' એટલે કે 'ભાજપામાં તમારું સ્વાગત' છે. મેસેજમાં પ્રાઈમરી મેમ્બરશિપ નંબર પણ લખ્યો હતો અને આગળની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સ્ટેપ ફોલો કરવાનો નિર્દેશ અપાયો હતો. 

 

મિત્રોને નંબર આપી ડાયલ કરવા કહ્યું


જોકે, તેણે બીજીવાર નંબર ડાયલ કર્યો, પરંતુ પાછો એ જ મેસેજ આવ્યો. ત્યારબાદ તેણે તેના મિત્રોને પણ નંબર આપ્યો અને તેમને પણ ફોન કર્યો તો આ જ મેસેજ આવ્યો. બાદમાં તેને આભાસ થઈ ગયો કે, પેકેટ પર છપાયેલો નંબર ભાજપાનો નંબર છે. બાદમાં તેણે ઈન્ટરનેટથી ફ્લિપકાર્ટનો સાચો નંબર શોધ્યો અને તેના પર ફરિયાદ દાખલ કરાવી. ફ્લિપકાર્ટે એક નિવેદનમાં કહ્યું કે, તેણે જૂનો નંબર ત્રણ વર્ષ પહેલા બંધ કરી દીધો હતો. જોકે, આ પેકિંગ માટે વપયારેલી ટેપ પર પ્રિન્ટ પર હતો અને કેટલીક ટેપ હજુ પણ ઉપયોગમાં છે.

 

ફ્લિપકાર્ટે માંગી માફી


કંપનીએ કહ્યું કે, બની શકે કે ઓપરેટરે આ નંબર ફરીવાર અલોટ કરી દીધો હોય, કારણ કે હંમેશા કોઈ નંબર છ મહિના સુધી વપરાય નહી તો ઓપરેટર એ જ નંબર અન્ય કોઈ ગ્રાહકને આપી દે છે. ફ્લિપકાર્ટે ફૂટબોલ ચાહકને ફોન કરીને ભૂલથી હેડફોનના બદલે તેલની શીશી મોકલવા પર માફી માંગી અને કહ્યું કે, તેઓ ઈચ્છે તો એ તેલનો ઉપયોગ કરી શકે છે અથવા ફેંકી દે. તેને હેડફોન મોકલાવામાં આવશે. 

 

શું કહ્યું પશ્ચિમ બંગાળનાં ભાજપા અધ્યક્ષે?


બીજી તરફ ભાજપાની પશ્ચિમ બંગાલ એકમે ફ્લિપકાર્ટ સાથે કોઈ પણ પ્રકારના સંબંધનો ઈનકાર કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપા અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, ભાજપાનો નંબર વેબસાઈટ અને ફેસબુક સહિત તમામ જગ્યા છે. કોઈ પણ તેને શેર કરી શકે છે.

 

અમરનાથ ગુફા સાથે જોડાયેલી કહાણીઓ, શિવજીએ પાર્વતીને સંભળાવી હતી અમરકથા