આ છે દુનિયાનો પહેલો 'રેપ્ટાઈલ થીમ્ડ કાફે', સાંપ-વીંછી સાથે કરો ચિલ અને લો સેલ્ફી

અહીં તમે સાંપ, વિંછી, ગરોડી, ઘોથી લઈને સ્પાઈડર, વંદા સાથે સમય પસાર કરી શકો છો

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 04:30 PM
First Reptile themed Cafe open in Cambodias capital Phnom Penh, Cambodia

અજબ-ગજબ ડેસ્કઃ તમે થીમ્ડ પાર્ક અને કાફે વિશે સાંભળ્યું હશે પરંતુ દુનિયામાં એક એવું પણ કાફે છે, જ્યાં તમે પાઈથોન, આઇગ્યુના(પાટલા ઘો), સ્કોર્પિયન્સ અને મકાઉ પોપટ સાથે ચિલ કરી શકો છો. અત્યાર સુધી કુતરા-બિલાડાના થીમ પર જ આવી જગ્યાને ડિઝાઈન કરવામાં આવતી હતી, પરંતુ આ કાફે ઘણો અલગ છે. કંબોડિયાની રાજધાની નોમ પેન્હનો આ દુનિયાનો પહેલો રેપ્ટાઈલ થીમ્ડ કાફે ચર્ચામાં છે. અહીંયા તમે સાંપ, વિંછી, ગરોડી, ઘોથી લઈને સ્પાઈડર, વંદા સાથે સમય પસાર કરી શકો છો.

સરીસૃપો સાથે સમય પસાર કરવો એક સારો અનુભવ

મીડિયા અહેવાલો પ્રમાણે, આ કાફેને 32 વર્ષીય કિયા રેટીએ ખોલ્યું છે. તેને લાગે છે કે, આ સરીસૃપો સાથે સમય પસાર કરવો એક સારો અનુભવ હોઈ શકે છે. નોમ પેન્હમાં બિલાડીઓના કાફે પેહેલેથી ઘણા ફેમસ છે. ત્યારબાદ રેટીએ એવા જાનવરોનું કાફે બનાવવાનું વિચાર્યું છે, જેને લઈને લોકોમાં બહુ વધારે સમજ નથી અને લોકો તેનાથી ડરે જ છે.

આ કાફેમાં જવા માટે કોઈ વિઝિટર ફી નથી

રેટી કહે છે કે, જ્યારે કસ્ટમર્સ અહીંયા આવશે અને સમય પસાર કરશે, તો તેને પણ આ જાનવર એટલા જ ગમશે જેટલા મને ગમે છે. કસ્ટમર્સને આ જાનવર સુંદર પણ લાગે છે અને ડરામણા પણ. તમે આ કાફેના ફેસબુક પેજ ચેક કરી શકો છો. આ કાફેમાં ઘણા બધા સાંપ, ઘો અને સ્પાઈડરને ટીંગાળેલા રખાયા છે, ત્યારે બહુ બધા રંગબેરંગી મકાઉ પોપટ પણ છે. આ કાફેમાં જવા માટે કોઈ વિઝિટર ફી નથી. બસ જાઓ અને ચા-કોફી તમે જે ઈચ્છો તેનો ઓર્ડર આફી શકો છો અને આ જીવોને થોડા સમય માટે તમારા મિત્ર બનાવી લો.

થાઈલેન્ડથી કરવામાં આવ્યા ઈમ્પોર્ટ

આ કાફેમાં બધા જાનવરોને થાઈલેન્ડથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યા છે. રેટીએ જણાવ્યું કે, બિઝનેસ હાલ થોડો ધીમો ચાલી રહ્યો છે, કારણ કે લોકોની વચ્ચે હજુ પણ આ જીવોને લઈને સામાન્ય ડર છે, પરંતુ તેમના કાફેમાં આવતી મહિલા કસ્ટમર્સની સંખ્યા વધારે છે.

આ પણ વાંચો - મુંબઈઃ મહિલા મુસાફર પાસેથી મળી આવ્યા 500થી વધારે સ્ટાર કાચબા

First Reptile themed Cafe open in Cambodias capital Phnom Penh, Cambodia
First Reptile themed Cafe open in Cambodias capital Phnom Penh, Cambodia
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App