• Gujarati News
  • National
  • ઇમર્જન્સી મેડિકલ સર્વિસ ક્રૂનો વીડિયો વાયરલ, પેરેન્ટ્સના મોબાઈલ છીનવીને મેસેજ આપવામાં આવે છે ક

ઇમર્જન્સી મેડિકલ સર્વિસ ક્રૂનો વીડિયો વાયરલ, પેરેન્ટ્સના મોબાઈલ છીનવીને મેસેજ આપવામાં આવે છે કે તેમના બાળકો બીચ પર પાણીની નજીક છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: ઇમર્જન્સી મેડિકલ સર્વિસ ક્રૂનો એક વીડિયો ફેસબુક પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં બે ફાયર ફાઇટર્સ બીચ પર બેસેલા લોકોના હાથમાંથી ફોન ખેંચતા નજરે પડે છે. હકીકતમાં ફાયરફાઈટર્સ આ લોકોને યાદ કરાવવાનો પ્રયત્ન કરતા હતા કે તેમની સાથે બીચ પર તેમના બાળકો પણ છે, જે પાણીમાં રમી રહ્યા છે. આ વખતે જરા પણ બેદરકારીને લીધે કોઈની પણ જિંદગી પર ભારે પડી શકે છે.


* બીચ પર બગડતા વાતાવરણની ચિંતા
સ્વિડનમાં એક ઇમર્જન્સી મેડિકલ સર્વિસ ક્રૂ બીચ પર ખરાબ થતા વાતાવરણને લઈને ચિંતિત હતા. તેના પછી આ સોદરા રેસ્ક્યુ સર્વિસ એસોશિએશનએ આ મુશ્કેલીથી લડવા માટે એક વીડિયો બનાવવાનું વિચાર્યું. આ આઈડિયા પાછળ વિચાર એ હતો કે બીચ પર મોબાઈલના ઉપયોગને લઈને અવેરનેસ ફેલાવવાની છે. એક સ્ટડી મુજબ બાળકોની દેખભાળ દરમિયાન સેલફોનમાં જ લાગેલા રહેતા પેરેન્ટ્સના લીધે બાળકોના વિકાસ પર પણ અસર પડી શકે છે.


'બીચ પર મોબાઈલ ફોનને રેસ્ટ'
ઇમર્જન્સી સર્વિસ ક્રૂએ વીડિયો અને પોતાના ફેસબુક પેજ પર આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું,''જયારે તમે બીચ પર હો તો પોતાના સેલફોનને જરા રેસ્ટ આપો.'' આ વીડિયોમાં ફાયર ફાઇટર્સ બીચ પર બેસીને સેલફોન યુઝ કરતા પેરેન્ટ્સ પાસે જાય છે અને તેમના હાથમાંથી ડિવાઇસ ખેંચી લે છે. આ પછી તેઓ પેરેન્ટ્સને બતાવે છે કે તેમની નજર તેમના બાળકો પર હોવી જોઈએ ન કે સ્ક્રીન પર. 

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું