અજબગજબ ડેસ્કઃ પહેલી નજરમાં શું તમને આ તસવીરમાં કોઈ ખાસ વાત જોવા મળે છે. જો નથી દેખાતી તો ધ્યાનથી જુઓ, આ તસવીરમાં એક ન્યૂડ મોડલ છૂપાયેલી છે. એક જર્મન કલાકાર જ્યોર્જ ડ્યુએસ્ટવાલ્ડે લગભગ 20 વર્ષ સુધી મહેનત કરીને આવું બોડી પેઈન્ટ કરીને ન્યૂડ તસવીરો બનાવી છે જે ક્લિક કરેલા ફોટોમાં એવી ભળી ગઈ છે જે તેનો ભાગ લાગવા લાગી અને તેને શોધવી મુશ્કેલ થઈ ગઈ.
આ બોડી પેઈન્ટિંગનો અદભૂત નમૂનો હતો. આ તસવીરોએ કલાકારને 2008માં જર્મન બોડી પેઈન્ટિંગ ચેમ્પિયનનો એવોર્ડ અપાવ્યો હતો. તેણે પોતાની ન્યૂડ મોડલ્સને ફ્રેમ્સ, ફાયરપ્લે અને દરવાજાઓ સાથે પેઈન્ટ કરી અને તેના શરીરના બેકગ્રાઉન્ડનો રંગ સંયોજન સાથે સંપૂર્ણ રીતે ભેળવી દીધો. કાટ લાગેલા દરવાજામાં ખોવાયેલી મોડલ. જ્યોર્જ પોતાની મોડલ્સની તસવીરોની કમાલની કુશળતા સાથે ક્લિક કરતા હતા. તેમનો પ્રયાસ રહેતો હતો કે, કેમેરાનો એન્ગલ અને લાઈટ્સનું સંતુલન પોતાના પેઈન્ટિંગના હિસાબે સેટ હોય.
એક ઝાડ સાથે બેસેલી મોડલ. જ્યોર્જની ડોર ઓર્ટ નામની એક સંપૂર્ણ સીરીઝ છે. આ બન્ને તસવીરો તેનો જ ભાગ છે જેમાં એક રેડ એન્ડ વ્હાઈટ ગેટ પર મોડલ ઊભેલી છે બીજી તસવીરમાં ગેટની બન્ને પિલ્લરના પાસે મોડલ છે. જ્યોર્જની પેઈન્ટિંગનો ભાગ બનવાની સાથે તેના મોડલ્સ અમર થઈ જાય છે. જેવી આ તસવીરમાં ઝાડ સાથે ભળી ગયેલી મોડલ.
આગળ જુઓ અન્ય 5 તસવીરો, દરેકમાં છૂપાયેલી છે એક ન્યૂડ મોડલ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.