તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુ બાદના અહેસાસનો અનુભવ કરાવે છે આ છોડ, વૈજ્ઞાનિકોએ 13 લોકો પર એક્સપેરિમન્ટ કરીને કર્યો દાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ વૈજ્ઞાનિકોએ પ્રાચીન કાળથી મળી આવતાં એક છોડને લઇને અજીબોગરીબ દાવો કર્યો છે. Banisteriopsis caapi નામના આ છોડના રસને જો પીવામાં આવે તો મૃત્યુ બાદ થતાં અહેસાસને જાણી શકાય છે. આ છોડમાંથી મળી આવતાં રસને આયાહુયાસ્કા (ayahuasca) કહેવામાં આવે છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ રસનું સેવન કરતાં જ આત્માના શરીરમાંથી બહાર આવવાનો અનુભવ થાય છે. આ અહેસાસ થોડી મિનિટથી લઇને કલાકો સુધી રહે છે. વૈજ્ઞાનિકો 13 લોકો પર રિસર્ચ કરીને આ નિર્ણય પર પહોંચ્યા છે.

 

લંડનમાં થયો હતો એક્સપેરિમેન્ટઃ-

- ઇમ્પીરિયલ કોલેજ ઓફ લંડનમાં આ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો છે. 13 લોકોને આ છોડનો રસ પીવડાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમના એક્સપીરિયન્સને નોટ કરવામાં આવ્યાં હતાં. સામે આવ્યું કે, સેન્ટ્રલ અમેરિકા અને એમેઝોનના જંગલોમાં મળી આવતો આ છોડ એક સાઇકોએક્ટિવ ડ્રગની જેમ કામ કરે છે. તેમાં સાઇકોએક્ટિવ ડ્રગ હેલુસિનોજનની એટલી વધારે માત્રા હોય છે, જે મૃત્યુની નજીક હોવાનો અહેસાસ કરાવે છે. 13 લોકોના અનુભવને તેવા 67 લોકોના અનુભવ સાથે સરખાવવામાં આવ્યાં હતાં, જેમણે કોઇ ઓપરેશન કે કોમા દરમિયાન મૃત્યુની નજીકથી જવાનો અહેસાસ કર્યો હતો. 

 

- બંને ગ્રૂપમાં એક જ વસ્તુ કોમન જોવા મળી હતી. તે દરેકે એક કિરણ જોઇ અને પોતાને શરીરમાંથી બહાર હોવાની વાત કહી હતી. આ સિવાય દરેકે એક અલગ દુનિયામાં પોતાને ફરતા જોવાની વાત કહી હતી. થોડાં લોકોએ જણાવ્યું કે, તેમને ખૂબ જ શાંતિ મળી હતી. 

 

મૃત્યુ બાદનો જવાબ મળી શકે છેઃ-
- આ અભ્યાસને લીડ કરી રહેલાં ડોક્ટર કૈરહાર્ટ હૈરિસે કહ્યું કે, આ અનુભવોના આધારે અમે દરેક સટીક અંદાજા લગાવી શકીએ છીએ કે, મૃત્યુ સમયે કે તેના પછી વ્યક્તિને શું અનુભવ થઆય છે. તે અનુભવ સંપૂર્ણ રીતે આપણાં દિમાગના કારણે જ થાય છે.

 

રિસર્ચ કેમ કરવામાં આવ્યુંઃ-
- જોકે, એમેઝોન અને તેની આસપાસ રહેનારી અનેક પ્રજાતિઓ આ છોડ અને તેના રસને પવિત્ર માને છે. તેને ઔષધી માનવામાં આવે છે. વર્ષોથી તેને અધ્યાત્મ સાથે જોડીને પણ જોવામાં આવે છે. આ છોડને લઇને કહેવામાં આવે છે કે, તે ઈશ્વરને મળવાનો દ્વાર છે. જોકે, અમેરિકામાં થોડાં વર્ષ પહેલાં આ છોડથી બનેલી થોડી વસ્તુઓને બેન કરી દેવામાં આવી હતી. એવું માનવામાં આવે છેકે, આ તૈયાર થયેલો રસ એક પ્રકારનો ડ્રગ્સ છે. આ કારણે તેને રાખવો ગેરકાનૂની માનવામાં આવે છે અને વૈજ્ઞાનિકો તેના પર સતત રિસર્ચ કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, પ્રાચીન કાળમાં આ છોડનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો. જેનો ઉલ્લેખ સંસ્કૃત શાસ્ત્રમાં મળી આવે છે.

 

આ પણ વાંચોઃ- Girlfriend ને મનાવવા Boyfriend એ શહેરમાં દરેક ચાર રસ્તે લગાવ્યાં, 300 થી વધુ ‘I am sorry’ હોર્ડિંગ્સ અને બેનર