પહેલાં બિલાડીને મારી નાખી, પછી છરી મારીને માતાને મૃત્યુને ઘાટ પહોંચાડી, દુર્ઘટના પહેલાં મિત્રોને કહ્યું- પરિવારને સારી જગ્યાએ મોકલી રહ્યો છું

Divyabhaskar.com

Dec 04, 2018, 02:18 PM IST
Dying mum repeatedly told son 'I love you' as he knifed her to death in kitchen

અજબ-ગજબ ડેસ્કઃ ઇંગ્લેન્ડની કોર્ટે એક વ્યક્તિને પોતાની માતાની હત્યાના મામલે દોષી ઠરાવ્યો છે. માતાના મર્ડર પહેલાં તેણે પોતાની પાલતૂ બિલાડીને પણ મૃત્યુને ઘાટ ઉતારી હતી. દુર્ઘટના પહેલાં તેણે એક મિત્રને કહ્યું હતું કે, તે જલ્દી જ પોતાના પરિવારને એક સારી જગ્યાએ મોકલવાનો છે. ત્યાં જ, જ્યારે તે પોતાની માતાને મારી રહ્યો હતો ત્યારે માતા દીકરાને સતત કહી રહી હતી, 'દીકરા I LOVE YOU, તું આ શું કરી રહ્યો છે?' જેસનની માનસિક સ્થિતિ ઠીક હતી નહીં અને તેને હાલ કોઇ સજા ફટકારવામાં આવી નથી.

હત્યા કર્યા બાદ સુસાઇડની કોશિશ કરી હતીઃ-
- આ દુર્ઘટના આ વર્ષે 9 જાન્યુઆરીએ હાયરફોર્ડ શહેરમાં થઇ હતી. જ્યારે જેસન નેલિસ્ટે(41) છરી મારીને પોતાની માતા જૂલી ક્લાર્ક (59)ની હત્યા કરી દીધી હતી. માતાની હત્યા કરી તેના એક દિવસ પહેલાં તેણે પોતાની પાલતૂ બિલાડી ગિજ્મોને મૃત્યુને ઘાટ ઉતારી હતી.
- બંનેને માર્યા બાદ તેણે પોતાનો જીવ લેવાની પણ કોશિશ કરી હતી. સુસાઇડ કરવા માટે તે ઝડપથી આવતી વેન આગળ કૂદી ગયો હતો. જોકે, એક્સીડેન્ટ બાદ તેનો જીવ બચી ગયો હતો. તે વેનની ઝડપ લગભગ 64 kmph હતી.
- દુર્ઘટના બાદ પોલીસને જૂલીનું શરીર તેના રસોડામાંથી મળી આવ્યું હતું. આ મામલે બર્મિંધમ ક્રાઉન કોર્ટે 29 નવેમ્બરને નિર્ણય સંભળાવતાં તેને દોષી ઠરાવ્યો હતો.

આરોપીની માનસિક સ્થિતિ ઠીક હતી નહીંઃ-
- સુનવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે જેસન, પેરાનોઇડ સાઇકોસિસ નામની એક માનસિક બીમારીથી પીડાઇ રહ્યો છે. તેની ખરાબ માનસિક સ્થિતિને જોતાં કોર્ટે તેને પોતાના બચાવ માટે અયોગ્ય માન્યો હતો.
- દુર્ઘટના બની તેની આગલી રાતે જેસને પોતાના આઈફોન પર એક મેસેજ રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે પોતાનો સંપૂર્ણ પ્લાન જણાવતાં પોતાના મિત્રો સાથે શેર કર્યો હતો.
- આ મેસેજમાં તેણે કહ્યું હતું, 'જોકે, તે ઇચ્છતો નથી. છતાંય તે આ ખરાબ સપના જેવા જીવનથી પરેશાન થઇને પોતાની માતા, બિલાડી અને પોતાનો જીવ લેવાનો છે. આવું તે દરેકને વધારે આરામદાયક અને ખુશહાલ જગ્યા પર લઇ જવા માટે કરવા માંગે છે.'

માતા કહેતી રહી- આવું કેમ કરી રહ્યો છે?
- સુસાઇડની અસફળ કોશિશ કર્યા બાદ આરોપીને ઇલાજ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યા જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે તેની માતાનું બોડી લોહીથી લથબથ રસોડામાં મળી આવ્યું હતું.
- પોલીસ પૂછપરછમાં જેસને જણાવ્યું કે, 'છરી મારતી વખતે માતા આવું કરવાનું કારણ પૂછતી રહી હતી અને કહેતી રહી કે તે મને પ્રેમ કરે છે, ત્યારે મેં તેને કહ્યું કે, હું તેને વધારે પ્રેમ કરું છું.'
- તેણે જણાવ્યું કે, તે માતાને બને તેટલું જલ્દી મારવા માંગતો હતો, માટે નીચે પડતાં જ તેણે એક પછી એક વાર કરવાના શરૂ કરી દીધા. તેના પ્રમાણે આ ખેલ થોડી જ મિનિટોમાં પૂર્ણ થઇ ગયો.

આ પણ વાંચોઃ- એરિયા-51થી પણ ખતરનાક માનવામાં આવે છે આ વિસ્તાર, જે પ્લેન અહીંથી પસાર થયું તે ક્યારેય પાછું આવ્યું નથી

X
Dying mum repeatedly told son 'I love you' as he knifed her to death in kitchen
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી