દીકરીને ખુલ્લેઆમ Kiss કરી ટ્રમ્પ ફરી વિવાદોમાં, લોકો કરી રહ્યા છે આવી કોમેન્ટ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ એકબાજુ જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટાર સાથે સંબંધોને લઇને વિવાદોમાં રહે છે, ત્યાં જ તેમણે એક અન્ય વિવાદને જન્મ આપ્યો છે. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાની દીકરી ઇવાંકાને જાહેરમાં અજીબ પ્રકારે કિસ કરી, જેના પછી સોશિયલ મીડિયા ઉપર વિવાદ છેડાયો હતો. તેના આ પ્રકારથી દીકરીને કિસ કરવાથી ઘણાં પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે ટ્રમ્પએ પોતાની દીકરી ઇવાંકાને સલાહકાર તરીકે નિયુક્ત કરી છે. 

 

- 2006 માં એબીસીને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં પણ ટ્રમ્પે એવી વાત કહી જેના કારણે વિવાદ છેડાયો હતો. ટ્રમ્પે પોતાની દીકરીની સુંદરતાના વખાણ કરતાં કહ્યું હતું, કે જો તે મારી દીકરી ન હોત, તો હું તેને ડેટ કરી રહ્યો હોત. ત્યાં જ આવી રીતે કિસ કર્યા પછી લોકોએ સોશિયલ મીડિયા ઉપર સવાલ ઉઠાવ્યો કે આખરે હવે કરવા શું માંગે છે?

 

પોર્ન સ્ટાર સાથે કરી તુલનાઃ-

 

- સૌથી હેરાનની વાતે એ છે કે ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટાર્મી ડેનિયલ્સની તુલના પોતાની દીકરી સાથે કરી ચૂક્યા છે. આ ખુલાસો સ્વયં સ્ટોર્મીએ કર્યો છે. સ્ટોર્મીએ કહ્યું કે ટ્રમ્પ તેને એવું પણ કહી ચૂક્યા છે કે તે તેની દીકરીની જેમ જ સુંદર છે. તમને જણાવી દઇએ કે હાલમાં જ પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડ (ઓનસ્ક્રીન નામ સ્ટોર્મી ડેનિયલ્સ)એ આ વાતને સ્વીકારી છે કે તેના અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધ હતાં. પોર્ન સ્ટારે આ વાતની પુષ્ટિ પણ કરી છે કે તેનું ટ્રમ્પ સાથે અફેયર હતું અને આ અફેયર ત્યારે શરૂ થયું જ્યારે તેની વાઇફ મેલાનિયા ટ્રમ્પે દીકરાને જન્મ આપ્યો. પોર્ન સ્ટારે કહ્યું કે ટ્રમ્પના દીકરાના જન્મ પછી ચાર મહિના બાદ તેમના સંબંધ બન્યા હતાં.

 

- ક્લિફોર્ડે જણાવ્યું કે તેણે 2006માં એનવી હોટલમાં ટ્રમ્પ સાથે સેક્સ કર્યું હતું. સાથે જ ટ્રમ્પે તેને વચન આપ્યું હતું કે તે તેને The Apprentice રિએલિટી શોમાં પણ કાસ્ટ કરશે. ક્લિફોર્ડે જણાવ્યું કે ટ્રમ્પે એકવાર મને તેવું પણ કહ્યું કે હું તેની દીકરી જેમ સ્માર્ટ અને સુંદર છું. આ પહેલાં આ પોર્ન સ્ટાર ત્યારે ચર્ચામાં આવી જ્યારે મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યું કે ટ્રમ્પે તેને વર્ષ 2016માં અફેયર વિશે કંઇ ન જણાવવા માટે 130,000 ડોલર (લગભગ 90 લાખ રૂ.)આપ્યાં હતાં.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકાના ગ્લેમરસ ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...