સર્જરી / ડોક્ટર્સની કમાલ: ગર્ભમાં ઉછરી રહેલા બાળકના કરોડરજ્જુની સર્જરી કરીને પાછું ગર્ભમાં મુકાયું

Doctors Removed A Baby From The Womb For Surgery Then Put It Back

  • બાળકે વ્હીલચેર પર જિંદગી ન વિતાવવી પડે તે માટે સર્જરી કરાઇ 

divyabhaskar.com

Feb 14, 2019, 10:54 PM IST

લંડન: બ્રિટનના ડોક્ટર્સે એક મહિલાના ગર્ભસ્થ શિશુને ગર્ભમાંથી બહાર કાઢીને તેની કરોડરજ્જુના હાડકાની સર્જરી કર્યા બાદ તેને પાછું ગર્ભમાં મૂકી દીધું. 24 અઠવાડિયાના આ બાળકનું વજન 900 ગ્રામ છે. તે સ્પાઇના બાઇફિડા (કરોડરજ્જુના હાડકાની તકલીફ)થી પીડાતું હતું. આ તકલીફના કારણે તે ક્યારેય ઊભું ન થઇ શક્યું હોત અને તેણે આખી જિંદગી વ્હીલચેર પર જ વિતાવવી પડી હોત. આ તકલીફમાં બાળકના જન્મ પછી ઓપરેશન થઇ શકતું નથી. તેથી બર્નહેમના ડોક્ટર્સે 26 વર્ષીય બેથન સિમ્પસનના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની આ રીતે સર્જરી કરી.

શું છે સમસ્યા એ 20મા અઠવાડિયે ચેકઅપમાં ખબર પડી
ડોક્ટર્સે ગર્ભને બેથનના શરીરની બહાર કાઢ્યો તો તે ભૂરા અને લાલ રંગનો દેખાયો. આ ચમક ગર્ભમાં ઇન્સર્ટ કરાયેલા 4 એમએમના કેમેરાના પ્રકાશથી થઇ. બેથનને અગાઉ ડોક્ટર્સે ઓપરેશનની મંજૂરી નહોતી આપી પણ તે હિંમત ન હારી. તેણે ડોક્ટર્સને આ જટિલ સર્જરી માટે રાજી કર્યા. બેથને ગર્ભાવસ્થાના 20મા અઠવાડિયે ચેકઅપ કરાવેલું ત્યારે માલૂમ પડ્યું હતું કે ગર્ભસ્થ શિશુને કરોડરજ્જુના હાડકાની સમસ્યા છે.

X
Doctors Removed A Baby From The Womb For Surgery Then Put It Back
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી