Home » Ajab-Gajab » Na Hoy » Discovery of 6ft Bare Knuckle Boxer’s Skeleton Reveals How Tough life Was In Early Period

ખોદકામમાં મળ્યું 188 વર્ષ જૂનું નર કંકાલ, ખોપરી જોઇને વૈજ્ઞાનિકોએ જણાવ્યું તે સમયગાળામાં જીવતાં રહેવું સરળ હતું નહીં

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 10:38 AM

જણાવ્યું અંગ્રેજોની ચકાચૌંધ પાછળનું કાળું સત્ય

  • Discovery of 6ft Bare Knuckle Boxer’s Skeleton Reveals How Tough life Was In Early Period
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    અજબ-ગજબ ડેસ્કઃ ઇગ્લેન્ડના ન્યૂ કૉવેન્ટ ગાર્ડન માર્કેટમાં વૈજ્ઞાનિકોને 19મી સદીનું કબ્રસ્તાન મળ્યું છે. સૌથી પહેલાં અહીં એક 6 ફૂટના વ્યક્તિનું કંકાલ મળ્યું, જેણે તે સમયગાળાની પરિસ્થિતિઓ વિશે ચોંકાવનારી જાણકારીઓ આપી હતી. નોંધનીય છે કે, કંકાલની ખોપરીનો ભાગ એવી રીતે કપાયેલો હતો, જાણે કોઇ ધારદાર વસ્તુથી તેની ખોપરી ફાડી નાખવામાં આવી હોય. આ જગ્યાએ લગભગ 100 અન્ય કંકાલ મળ્યાં, જેના દ્વારા તે સમયગાળાના અન્ય રહસ્યો બહાર આવ્યાં છે.

    - શોધકર્તાઓની તપાસમાં સામે આવ્યું કે, દરેકના મૃત્યુનું કારણ લગભગ એક જેવું જ હતું. કેમ કે, દરેક કંકાલ પર ભયાનક ઘાવના નિશાન ઉપસ્થિત હતાં. સૌથી પહેલાં મળેલાં કંકાલના ચહેરાનો ભાગ અંદરની બાજુ દબાયેલો હતો, જેના દ્વારા સમજી શકાય છે કે તેનું મૃત્યુ કોઇ ભયાનક સંઘર્ષના કારણે થયું હતું.

    તે સમયગાળામાં જીવતા રહેવા માટે યુદ્ધ ચાલી રહ્યું હતુંઃ-
    - નોંધનીય છે કે, આ કંકાલો વર્ષ 1830 થી 1860ની વચ્ચેના છે. તે સમયગાળામાં જીવતા રહેવા માટે લોકોની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હતી. આ લોકો ખૂબ જ ગરીબ હતી અને તેમના ઉપર ખૂબ જ અત્યાચાર પણ થયા હતાં. એટલું જ નહીં, કંકાલોના ડીએનએથી જાણવા મળ્યું કે, તે સમયગાળામાં એક જીવલેણ બીમારી પણ ફેલાયેલી હતી. તે બીમારીના કારણે સેંકડો મૃત્યુ પામ્યાં હતાં. આ દરેક વાતો ચાર્લ્સ ડિકેંસની લખેલી નોવલ્સને સાચી સાબિત કરે છે.

    આગળ વધવા માટે ગરીબોને ક્રૂરતાથી મારવામાં આવ્યાં હતાંઃ-
    - લંડનની જેટલી ચકાચૌંધ આજે છે, આ શોધ તેનું તેટલું જ કાળું સત્ય સામે લાવી રહ્યું છે. આ જૂના કબ્રસ્તાનથી અનેક મહિલાઓ અને બાળકોના કંકાલ મળી આવ્યાં છે. જેમને ક્રૂરતાથી મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં. તે સમયગાળો લંડનમાં ઇન્ડસ્ટ્રાઇલાઇઝેશનનો હતો. અંગ્રેજોએ કામ કરાવવા માટે લોકોને જાનવરોની જેમ રાખ્યાં હતાં. જેઓ ગુલામી કરતાં હતાં, તેમને થોડાં રૂપિયા મળતાં હતાં. પરંતુ કામ કરતાં-કરતાં તેઓ મૃત્યુ પામી જતાં હતા અને જેઓ ગુલામી કરવાની મનાઇ કરતાં તેઓને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવતાં હતાં.

    ચાર્લ્સ ડિકેંસે લખી હતી પુસ્તકઃ-
    - આ રિસર્ચથી સાબિત થાય છે કે, જાણીતા લેખક ચાર્લ્સ ડિકેંસે તે સમયગાળા વિશે અનેક સાચી વાતો ઉલ્લેખી હતી. તેમણે વર્ષ 1851માં લંડનની સ્ટ્રીટ લાઇફ વિશે લખ્યું હતું. તેમણે ગરીબ અને શોષિત વર્ગની સ્થિતિ જણાવવા માટે તેમના પર થતાં ભયાનક અત્યાચારો પર લેખ પણ લખ્યા હતાં. કૉવેન્ટ ગાર્ડનમાં મળેલું આ કંકાલ આ વાતને સાબિત કરે છે.

    આ પણ વાંચોઃ- જંગલમાં તળાવના કિનારે માછલી પકડી રહ્યા હતાં માછીમાર, એક વસ્તુને ઝાડનું થડ સમજીને તેના પર ઊભા થઇ ગયા

  • Discovery of 6ft Bare Knuckle Boxer’s Skeleton Reveals How Tough life Was In Early Period
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Discovery of 6ft Bare Knuckle Boxer’s Skeleton Reveals How Tough life Was In Early Period
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ