મોડી રાતે ઘરના ગૅરેજમાં થયો મોટો ધમાકો, જમીનમાંથી મળી આવી વસ્તુઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ અમેરિકાના ઇદાહોમાં રહેનાર એક કપલની સાતે મોડી રાતે કંઇક એવું થયું કે તેમના હોશ ઉડી ગયાં. 9 જાન્યુઆરીની રાતે આ કપલ સૂઇ રહ્યું હતું કે ત્યારે જ બંનેએ એક જોરદાર ધમાકો સાંભળ્યો. તેમને લાગ્યું કે લગભગ કોઇ ઘરના ગૅરેજમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ત્યારે જ આ અવાજ બંધ થઇ ગયો. બેચેની થવાને કારણે થોડાં કલાકો પછી બંને ગૅરેજ તરફ પહોંચ્યાં. ગૅરેજની અંદર જોઇને તેઓ ચોંકી ગયાં. જુઓ શું હતો આ સંપૂર્ણ મામલો....

 

- બ્રિટની બુશ અને તેના પતિ જેવા જ ગૅરેજનું શટર ખોલવાની કોશિશ કરી ત્યારે તેમના પગ અંદર ઘૂસી ગયાં, ઘણી મહેનત કર્યા પછી બંનેએ ગૅરેજનું શટર ઉઠાવ્યું. તેમણે જેવું અંદર જોયું કે તે લોકોના હોશ ઉડી ગયાં. બંનેએ જોયું કે ગૅરેજ અંદર તરફ જતું રહ્યું છે અને થોડી અજીબોગરીબ વસ્તુઓ નજર સામે આવી.

 

- બંનેએ જ્યારે પાસે જઇને જોયું તો ગૅરેજની નીચે એક રહસ્યમયી તહેખાનું બનેલું હતું, જ્યાં બાળકોના અજીબ રમકડાં, મહિલાઓના પર્સ અને થોડાં અજીબ લેટર મળ્યાં. જેમાંથી એક લેટર હેલ્થ ફિટનેસ કંપનીને લખવામાં આવ્યો હતો જે 1985માં શરૂ થઇ હતી.

 

એન્જીનિયર્સે જણાવી આ બાબતો-

 

- ગૅરેજ અંદર તરફ જતું રહેવાથી કપલે પોતાની ઇન્સ્યોરન્સ કંપની અને એન્જીનિયર્સને સંપર્ક કર્યો. એન્જીનિયર્સ અને ઇન્સ્યોરેન્સ કંપનીએ આવીને આ રહસ્યમયી તહેખાનાની તપાસ કરી અને જણાવ્યું કે આ ઘર 1950માં બનાવવામાં આવ્યું હતું, જે એક બેસમેન્ટ હોમ જેવું હતું. એટલે કે આખું ઘર તહેખાનામાં બનાવવામાં આવ્યું હતું. તે પછી તેની ઉપર પણ ઘર બનાવવામાં આવ્યું.

 

ગૅરેજમાં ગાડી હતી નહીં-

 

- એન્જીનિયર્સે જણાવ્યું કે આ ઘરમાં આ જગ્યા સૌથી વધારે નબળી હતી. તેનો બેસ માત્ર 2 ઇંચ મોટો હતો. સારું કર્યું જો અહીં ગાડી રાખવામાં આવી નહીં.

 

આખરે કોનો હતો આ સામાન-

 

- અહીં મળી આવેલાં રમકડા, મહિલાઓના બેગ અને આ લેટર કોના છે તેની હજી તપાસ થઇ નથી. આશ્ચર્યની વાત છે કે સિટી પ્લાનિંગમાં આવા કોઇ ઘર વિશે જાણકારી હતી નહીં.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ રહસ્યમયી તહેખાનાના થોડાં ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...