વિદેશ ફરવા ગયેલા કપલની જ્યારે હોટેલના રૂમમાં રાખેલી ઘડિયાળ પર નજર પડી, તો 20 મિનિટની અંદર છોડવી પડી જગ્યા

કપલે કહ્યું - બેડ પર જતા જ જયારે ઘડિયાળ જોઈ તો સમજાઈ ગઈ આખી કહાણી

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:58 PM
Couple find spy camera hidden in digital clock pointed at bed

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: સ્કોટલેન્ડથી એક કપલ પોતાની રજાઓ માણવા માટે કેનેડા પહોંચ્યું હતું. આખો દિવસ ફર્યા પછી જયારે રાત્રે કપલ હોટેલ પહોંચ્યું તો તેમની નજર રૂમમાં રાખવામાં આવેલી ડિજિટલ ઘડિયાળ પર પડી, જે એક ફોનના ચાર્જર જેવા વાયર સાથે જોડાયેલી હતી. તેને જોતા જ તેમને કંઈક ગડબડ થઇ હોવાનો અહેસાસ થયો હતો. ચેક કર્યું તો ઘડિયાળની અંદરથી સિક્રેટ કેમેરા નીકળ્યો. આ પછી 20 મિનિટની અંદર કપલે રૂમ છોડી દીધો અને આ મામલે ફરિયાદ પણ લખાવી હતી.

* ઘડિયાળમાં નજર આવી ગડબડી:
- ગ્લાસગોમાં રહેતા 34 વર્ષના ડોજી હેમિલ્ટન પોતાની ગર્લફ્રેન્ડ સાથે હોલિડે એન્જોય કરવા માટે કેનેડાના ટોરોન્ટો શહેર પહોંચ્યા હતા
- દોજીએ જણાવ્યું કે એક દિવસની ટૂર બાદ તેઓ તેમની હોટેલની રૂમમાં પહોંચ્યા અને ત્યાં તેમની નજર બેડ પાસે રાખેલી ઘડિયાળ પર પડી, જે એક વાયર સાથે જોડાયેલી હતી
- તેમણે જેવું તેને નજીકથી લઈને હાથમાં ઉઠાવી, ત્યારે તેમને અહેસાસ થયો કે તેમાં કેમેરા છે અને બની શકે છે તેમનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હોય
- આ પછી દોજીએ પહેલા ઘડિયાળનો વાયર કાઢ્યો અને પછી તેનું બેટરી લેવલ જોયું. પછી તેણે જયારે ઘડિયાળને ચેક કરી તો તેમાં સિક્રેટ કેમેરા લાગેલા મળ્યા

* 20 મિનિટમાં છોડવો પડ્યો રૂમ:
- દોજીએ બતાવ્યું કે કેમેરાનું મોં લિવિંગ એરિયા અને બેડરૂમ તરફ હતું. તેના દ્વારા બધું જોઈ શકાતું હતું. જોકે, આ નહોતી ખબર પડી કે તેનું લાઈવ સ્ટ્રીમિંગ કોણ કરી રહ્યું હતું
- તેમણે જણાવ્યું કે આ બધું જોયા બાદ અમે ડરમાં હતા અને 20 મિનિટની અંદર જ રૂમ ખાલી કરી દીધો હતો. સાથે જ આ મામલે પોલીસમાં ફરિયાદ પણ લખાવી હતી

X
Couple find spy camera hidden in digital clock pointed at bed
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App