Home » Ajab-Gajab » Na Hoy » Cloutlighting boyfriend covered girl’s tampon in chilli and filmed her screaming in pain to get more likes on Facebook

ફેસબુક લાઇક્સ મેળવવા યુવકે પોતાની ફિઆન્સી સાથે કરી ગંદી મજાક કે, યુવતીનું છટક્યું મગજ

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 02:47 PM

ફિઆન્સીને મુશ્કેલીમાં જોઇને મજા લઇ રહ્યો હતો વ્યક્તિ, બનાવતો રહ્યો વીડિયો

  • અજબ-ગજબ ડેસ્કઃ સોશ્યિલ મીડિયા પર વધારેમાં વધારે લાઇક્સ મેળવવા માટે એક વ્યક્તિએ પોતાની ફિઆન્સી સાથે એવું કંઇક કર્યું, જેનાથી તે ખૂબ જ તકલીફમાં મુકાઇ હતી. વ્યક્તિએ પોતાની ફિઆન્સીના ટેમ્પોન (પીરિયડ્સ દરમિયાન અંદર પહેરવામાં આવતું સેનેટરી પેડ) પર મરચું લગાવી દીધું હતું. આ વાતથી અજાણ યુવતીએ તેનો ઉપયોગ પણ કરી લીધો હતો. ત્યાર બાદ તે બળતરાના કારણે ખૂબ જ પરેશાન થવા લાગી હતી. આશ્ચર્યની વાત એ હતી કે, વ્યક્તિએ પોતાની બૂમો પાડતી ફિઆન્સનો વીડિયો પણ શૂટ કરી લીધો અને તેને સોશ્યિલ મીડિયા પર શેર કરી દીધો. આ કામ તે વ્યક્તિએ બે મિલિયન (20 લાખ) લાઇક્સ મેળવવા માટે કર્યું હતું.

    વ્યક્તિએ ફિઆન્સી સાથે ગંદો મજાક કર્યો હતોઃ-
    - આ સ્ટોરી ફેમસ યૂ-ટ્યૂબર બ્રેડ હોલ્મસ (27)ની છે, જેણે પહેલા તો પોતાની ફિઆન્સી જેની સાથે ખૂબ જ ગંદો મજાક કર્યો અને પછી તેનો વીડિયો બનાવીને તેને સોશ્યિલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે ફિઆન્સીના સેનેટરી પેડ પર લાલ મરચું લગાવી દીધું હતું. જેને લગાવ્યાં બાદ તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી.
    - બ્રેડના આ ગંદા મજાકવાળા વીડિયોની શરૂઆતમાં તે બાથરૂમમાં જેનીના ટેમ્પોન પર સંતાઇને લાલ મરચું લગાવતો જોવા મળે છે. ત્યાર બાદ તે ટેમ્પોનને તે જ જગ્યાએ રાખી દે છે જ્યાંથી તેણે ટેમ્પોન લીધું હતું.
    - ત્યાર બાદ જેની ત્યાં આવે છે અને બાથરૂમ કર્યા બાદ ટેમ્પોનનો ઉપયોગ કરી લે છે. થોડી મિનિટો બાદ તે બળતરાથી પરેશાન થઇ જાય છે અને તેના વિશે પોતાની માતાને જઇને જણાવે છે. તે સમયે ત્યાં ઉપસ્થિત બ્રેડ તેની સ્થિતિ જોઇને હસવા લાગે છે.
    - ત્યાર બાદ જેની બાથરૂમમાં જઇને બળતરા થતી જગ્યાને પાણીથી સાફ કરી લે છે. જેથી તેને થોડો આરામ મળે. ત્યાંરે જ ત્યાં બ્રેડ આવીને તેને જણાવે છે કે, તેણે ટેમ્પોન સાથે શું કર્યું હતું.
    - હકીકત જાણ્યા બાદ જેની ગુસ્સે થઇ જાય છે અને બાથરૂમનો દરવાજો બંધ કરી લે છે. આ દરમિયાન બ્રેડ ત્યાંથી હસતાં-હસતાં બહાર આવી જાય છે.
    - શેર થયા બાદથી જ આ વીડિયો ખૂબ જ વધારે વાયરલ થઇ ચૂક્યો છે. અત્યાર સુધી લાખો લોકો તેને જોઇ ચૂક્યા છે. પરંતુ મોટાભાગના યૂઝર્સે આ હરકતને અપમાનજનક જણાવી. થોડાં સમય બાદ બ્રેડે એક અન્ય વીડિયો પણ શેર કર્યો જેમાં ટેમ્પોન કાંડનો બદલો લેવા માટે જેની તેને મારતી જોવા મળી રહી છે.

    સોશ્યિલ મીડિયા પર ચાલી રહ્યો છે અજીબોગરીબ ટ્રેન્ડઃ-
    - વ્યક્તિએ આ હરકત 'ક્લાઉટલાઇટિંગ' ટ્રેન્ડ હેઠળ કરી હતી. જેમાં લોકો પોતાના પાર્ટનરની સાથે કોઇપણ ગમે તેવો મજાક કરે છે અને પછી તેમના રિએક્શનવાળો વીડિયો બનાવીને તેને સોશ્યિલ મીડિયા પર અપલોડ કરે છે. જેથી તેમને વધારેમાં વધારે ફોલોઅર્સ અને લાઇક્સ મળી શકે.
    - 'ક્લાઉટલાઇટિંગ' બે શબ્દો ક્લાઉટ અને ગૈસલાઇટિંગથી મળીને બન્યો છે. જેમાંથી ક્લાઉટનો અર્થ સોશ્યિલ મીડિયા પર ફેમ મેળવા અને ગૈસલાઇટિંગનો એક એવા વ્યક્તિ સાથે છે, જે દુર્વ્યવહાર કર્યા બાદ પીડિતોને જ શંકામાં મુકી દે છે.
    - આ પ્રકારના વીડિયોની ખાસિયત એવી રહે છે કે, મજાક જેટલો ગંદો કે ઉકસાવનારો હોય, બનાવનારને તેટલી જ વધારે લાઇક્સ, ફોલોઅર્સ અને નામ મળી જાય છે.
    - આ ટેમ્પોન પ્રૈંક વીડિયો લગભગ બે વર્ષ પહેલાં શૂટ થયો હતો અને તેને બ્રેડના સૌથી શોકિંગ મજાકમાંથી એક માનવામાં આવે છે. આ વીડિયો એકવાર ફરી વાયરલ થઇ રહ્યો છે.

    આ પણ વાંચોઃ- મૃત્યુ પામેલી મહિલાના કારણે માતા બની ગઇ અન્ય મહિલા, મેડિકલ સાઇન્સનો સૌથી પહેલો મામલો

  • Cloutlighting boyfriend covered girl’s tampon in chilli and filmed her screaming in pain to get more likes on Facebook
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Cloutlighting boyfriend covered girl’s tampon in chilli and filmed her screaming in pain to get more likes on Facebook
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ