Home » Ajab-Gajab » Photo Stories » Chinese company makes artificial waterfall on 397ft tall building

ચીનાઓની કરામતઃ 397 ફૂટ ઊંચી બિલ્ડિંગમાં બનાવી દીધો ધોધ

Divyabhaskar.com | Updated - Jul 24, 2018, 05:05 PM

કલાક ધોધ પાડવાનો ખર્ચ અંદાજે 8000 રૂપિયા થાય છે આથી કોઈ ખાસ પ્રસંગે માત્ર 10થી 20 મિનિટ ચલાવાય છે

  • Chinese company makes artificial waterfall on 397ft tall building
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ચીનના ગુઆંગ શહેરમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટના પબ્લિક પ્લાઝામાં સ્થિત 375 ફૂટ ઊંચા સ્કાઈસ્ક્રેપર પર આ ધોધ બનાવવામાં આવ્યો છે.

    અજબ-ગજબ ડેસ્કઃ દક્ષિણ પશ્ચિમ ચીનના ગુઆંગ શહેરમાં 108 મીટર(350 ફૂટ) ઊંચો એક આર્ટિફિશિયલ વોટરફોલ બનાવવામાં આવ્યો છે. આ વોટરફોલને ગુંઝાઉ લૂડિયા પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપની મેનેજ કરી રહી છે. આ વોટરફોલ બનાવવા પાછળનો હેતુ પ્રવાસીઓને આકર્ષિત કરવાનો છે.

    સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટના પબ્લિક પ્લાઝામાં સ્થિત 375 ફૂટ ઊંચા સ્કાઈસ્ક્રેપરની નીચે 121 મીટર લાંબી એક ટેંક બનાવવામાં આવી છે. આ ટેંકમાં 185 કિલોવોટના 4 પંપ લગાવવામાં આવ્યા છે, જે પાણીને ઉપર મોકલે છે. આ પ્રોપર્ટીના સ્પોકપર્સને કહ્યું કે, અમારી બિલ્ડિંગમાં ચાર માળમાં પાણી અને ડ્રેનેજ સિસ્ટમ છે, જ્યાંથી પાણીને પંપ અને રિસાયકલ કરવામાં આવે છે.

    વધુમાં તેમણે જણાવ્યું કે, એક કલાકના ઓપરેશન માટે વીજળીનું કુલ બિલ 800(8000થી વધારે રૂપિયા) યુઆન આવે છે. આટલા મોટા ખર્ચ અને વીજળી બચાવવા માટે આ વોટરફોલ ખાસ પ્રસંગે 10થી 20 મિનિટ ચાલુ કરવામાં આવે છે.

    ઈન્ટરનેટ પર આ વોટરફોલને લઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે તો કેટલાક લોકો તેને પાણી અને વીજળીનો બગાડ જણાવી રહ્યા છે. એક સ્થાનિકે જણાવ્યું કે, આ વોટરફોલ અદભૂત છે. ગરમીમાં એકદમ રાહતનો અનુભવ કરાવે છે અને એકદમ આકર્ષિત કરનારો છે.

  • Chinese company makes artificial waterfall on 397ft tall building
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ધોધની નીચે નીચે 121 મીટર લાંબી એક ટેંક બનાવવામાં આવી છે
  • Chinese company makes artificial waterfall on 397ft tall building
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બિલ્ડિંગમાં ચાર માળમાં પાણી અને ડ્રેનેજ સિસ્ટમ છે
  • Chinese company makes artificial waterfall on 397ft tall building
    મોટા ખર્ચ અને વીજળી બચાવવા માટે આ વોટરફોલ ખાસ પ્રસંગે 10થી 20 મિનિટ ચાલુ કરવામાં આવે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ