ઘરમાં પાળેલાં બતકને ચાકૂથી કાપવા આવેલી માતા સાથે 6 વર્ષના બાળકે કરી તુંતું-મેંમેં, જીદ્દ કરીને બચાવી લીધો બતકનો જીવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ વિયતનામથી એક ખૂબ જ ઇમોશનલ વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલા પોતાના ઘરમાં પાળેલાં બતકને પકવવા માટે તેને કાપવા જઇ રહી હતી. આ દરમિયાન તેનો 6 વર્ષનો છોકરો વચ્ચે આવી ગયો હતો. તે પોતાની માતાને આવું કરવાથી અટકાવવા લાગ્યો હતો. કોઇ અજાણ વ્યક્તિએ આ વીડિયો યૂ-ટ્યૂબ પર પોસ્ટ કર્યો છે, જેને જોઇને લોકો બાળકની આ હરકતના વખાણ કરી રહ્યા છે અને તેને હીરો માની રહ્યા છે.

 

આ વીડિયોમાં શું છે?
- વીડિયોમાં એક બાળક રસોડાની બહાર ગુલાબી અને કાળા રંગના ધાબળા પર બેસલાં બતકની પાસે બેઠો છે.
- બાળકની માતા ચાકૂ લઇને બતકની નજીક આવે છે, ત્યારે બાળક ધીમે-ધીમે કંઇક બોલીને માતાને હટાવવાની કોશિશ કરવા લાગે છે.
- વીડિયોમાં મહિલા સતત બતક તરફ આગળ વધવાની કોશિશ કરતી જોવા મળી રહી છે. ત્યાં જ, બાળક સતત તેને રોકી રહ્યો છે. તે બતકને એવી રીતે ઘેરીને બેઠો છે કે, કોઇ તેના સુધી પહોંચી ના શકે.
- આ દરમિયાન માતા અને દીકારની વચ્ચે કંઇક વાતચીત થતી સંભળાય છે. જોકે, ભાષા સ્પષ્ટ જણાતી નથી, પરંતુ હાવભાવથી સાફ થઇ રહ્યું છે કે, બંનેની વચ્ચે બતકને લઇને જ વાતો ચાલી રહી છે.
- આખરે મહિલા બતકને પોતાનો શિકાર બનાવ્યાં વિના જ ત્યાંથી ચાલી જાય છે, ત્યારે જઇને બાળકને રાહત મળે છે.
- પરિવારના કોઇ સભ્યે આ સંપૂર્ણ દ્રશ્ય કેમેરામાં રેકોર્ડ કર્યું છે અને તેને યૂ-ટ્યૂબ પર અપલોડ કર્યું છે. તેમાં બાળકે કરેલી કોશિશના લોકો વખાણ કરી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ- મહિલાનો દાવોઃ 12 વર્ષથી ભૂતો સાથે ચાલી રહ્યું છે તેનું અફેર, 15 સાથે બનાવી ચૂકી છે સંબંધ, હવે ઇચ્છે છે 'ઘોસ્ટ બેબી'