ચેરિટી શોપમાં દાન કરવામાં આવ્યું એક પાર્સલ, ખોલીને જોયું તો બોલાવી પડી પોલીસ

Charity shop handed marijuana of 4 lakhs as donation in florida

divyabhaskar.com

Sep 06, 2018, 02:12 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં આવેલા એક ચેરિટી શોપ પર તાજેતરમાં જ એક પાર્સલ આવ્યું હતું. જેને ખોલ્યા બાદ દુકાનના કર્મચારીઓને પોલીસ બોલાવવી પડી. જોકે, એ પેકેટમાં લગભગ 2 કિલો નશીલો પદાર્શ હતો, જેની કિંમત લાખોમાં છે. જેને જોયા બાદ શોપ વર્કર્સે પોલીસ બોલીવા લીધી.

પેકેટમાં હતું ચરસ


- આ ઘટના ફ્લોરિડાના સરસોટા શહેરમાં સ્થિત પાઈન્સ થ્રિફ્ટ સ્ટોર નામની દુકાનની છે. આ દુકાન પર લોકો દાન કરવામાં આવેલો સામાન લેવામાં આવે છે.
- તાજેતરસમાં અહીંયા એક અજાણ્યા વ્યક્તિએ દાન કરવા માટે એક પેકેટ મોકલાવ્યું. આ બ્રાઉન પેકેટ કપડાની વચ્ચે રાખઈને મોકલાવાયું હતું.
- દુકાનના કર્મચારીઓએ આ પેકેટને ખોલવાના બદલે તેમાં એખ નાનો એવો છેદ કરીનો જોયું, તો તેમા તેમને કંઈક વિચિત્ર લાગ્યું અને ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી દીધી.
- પોલીસે આવીને પેકેટને ખોલ્યું તો તેમાં2 કિલોથી વધારે ગાંજો મળ્યો. જે ચાર નાના-નાના વેક્યૂમ ટાઈટ પ્લાસ્ટિક પેકેમાં રાખેલો હતો. તેમાંથી દરેક પેકેટનું વજન 515 ગ્રામ હતું.
- પોલીસ પ્રમાણે, ઈન્ટરનેશનલ માર્કેટમાં આ નશીલા પદાર્થની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા છે. હાલ આ મામલે કોઈ ધરપકડ થઈ નથી. પોલીસ પ્રમાણે, આ ગિફ્ટ મોકલનારા માટે તેઓ પેકેટનો ડીએનએ ટેસ્ટ કરાવશે.

આ પણ વાંચો - સમલૈંગિકતા પર કોઈ દેશમાં ચાબુક તો ક્યાંક મળે છે મૃત્યુદંડની સજા

X
Charity shop handed marijuana of 4 lakhs as donation in florida
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી