અનેક દિવસોથી ભૂખથી તડપી રહેલાં કૂતરાએ માલિકનો કર્યો શિકાર, ઘરમાં લોહીથી લથપથ ચહેરા સાથે બેઠો હતો ડોગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ થાઈલેન્ડમાં એક ભૂખ્યા પાલતૂ કૂતરાએ માલિકને જ પોતાનો શિકાર બનાવી લીધો. અહીં એક ઘરમાં માલિકની સાથે એકલાં રહેતાં ડોગીએ માલિકનાં આખાં ચહેરા, માથું અને ધડને ખાઇ ગયો. પોલીસે પાડોસીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર જ્યારે મકાન ખોલ્યું ત્યારે અંદર માલિકની લાશ પડી હતી અને બાજુમાં તેનું પાલતૂ કૂતરું બેઠું હતું. પોલીસ પ્રમાણે માલિકનું મૃત્યુ અનેક દિવસો પહેલાં થઇ ગયું હતું એવામાં ભૂખથી તડપી રહેલો કૂતરો તેને જ ખાઇ ગયો.

 

વાંચોઃ- કોઇના પ્રમાણે સઉદી શેખની પત્ની તો કોઇએ કહ્યું ઓમાનના સુલ્તાનની વધૂ, પરંતુ કોઇ નથી જાણતું આ યુવતીની હકીકત

 

લોહીવાળું હતું કૂતરાનું મુખઃ-

 

કેનેડાના રહેનાર 62 વર્ષના ગ્લેન પૈટિસનની સાથે પટાયાની પાસે સત્તાહિપ ડિસ્ટ્રિક્ટમાં તેના ઘર પર આ સંપૂર્ણ મામલો બન્યો. ગયા શુક્રવારે તેના ડોગી કૂજોનો સતત ભોંકવાનો અવાજ આવી રહ્યો હતો. પાડોસીઓને કોઇ અનહોનીની શંકા જતાં તરત જ પોલીસને જાણ કરી. પોલીસની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું. ગ્લેનનું શબ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ઘરમાં પડ્યું હતું. ત્યાં જ, તેની પાસે બેસેલાં કૂતરા કૂજોનું મુખ લોહીથી રંગાયેલું હતું.

 

ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મળ્યું ડેડબોડીઃ-

 

ઘટના સ્થળે પહોંચેલાં ડોક્ટર્સે જોયું કે કૂજોએ ગ્લેનનો આખો ચહેરો અને ખોપડી ખાઇ લીધી હતી. ગ્લેનના ધડનો ભાગ પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતો. તેની પાંસળીઓ પણ જોવા મળી રહી હતી. ડોક્ટર્સે એ પણ જણાવ્યું કે ગ્લેન બે સપ્તાહ પહેલાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇને ઘરે પાછો ફર્યો હતો અને તેના રૂમમાં ટેબલ પર ડાયાબિટિઝની થોડી દવાઓ પણ મળી હતી. ગ્લેનના પાડોસી બેલ સુચિને જણાવ્યું કે ગ્લેન છેલ્લાં ત્રણ વર્ષથી અહીં રહેતો હતો. તે પોતાના ડોગીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને રોજ તેને બહાર લઇને પણ નીકળતો હતો.

 

7 થી 10 દિવસ પહેલાં થયું હતું ગ્લેનનું મૃત્યુઃ-

 

પોલીસ લેફ્ટિનેન્ટ કર્નલ પસાવટ સિરિપન નોપ્પાકુને કહ્યું કે ગ્લેનના ડેડબોડી પર કપડાં હતાં નહીં અને તેનું મૃત્યુ છેલ્લાં 7 થી 10 દિવસ પહેલાં જ થયું હતું. કૂજો માલિકની પાસે બેઠો હતો. ઘરમાં અનેક દિવસોથી પાણી પણ હતું નહીં. જોકે, મૃત્યુનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. તેની માટે ડેડબોડીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. પોલીસને તેના ઘર કે રૂમથી કોઇ પ્રકારના ઝગડાની નિશાની મળી નથી. પોલીસ પ્રમાણે ગ્લેન ઘરમાં એકલો જ હતો.