(આ સ્ટોરી સોશિયલ વાયરલ સીરીઝ હેઠળ છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઈ છે, જેને તમારે જાણવી જોઈએ.)
અજબ-ગજબ ડેસ્કઃ ઈંગ્લેન્ડમાં 9 વર્ષના બાળકને લેઝર પેન સાથે રમત રમવી ઘણી મોંઘી પડી ગઈ. માત્ર અમુક સેકન્ડ માટે લેઝર લાઈટની સામે જોવાના કારણે બાળકને આંખ ગુમાવવી પડી. લેઝર લાઈટ આંખ પર પડવાના કારણે તેના રેટિનાને જબરજસ્ત નુકશાન થયું અને આંશિક રૂપથી તેને દેખાતું બંધ થઈ ગયું. ડોક્ટરનું કહેવું છે કે, તેની રોશની કદાચ જ પહેલા જેવી થઈ શકે.
રેટિનામાં પડ્યું ગોળી જેવું કાણુ
- આ ઘટના ઈંગ્લેન્ડના લેઘ ઓન સી શહેરની છે. જ્યાં રહેતા 9 વર્ષના આર્ચી મેપ્સનની બંન્ને આંખો લેઝર લાઈટને જોવાના કારણે ખરાબ થઈ ગઈ.
- આર્ચી તેની પાસે રાખેલી ગ્રીન લેઝર લાઈટથી રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે લેઝર લાઈટને ઓન કરતા લગભગ 2 સેકન્ડ સુધી તેની તરફ રાખી. ત્યારબાદ તેની આંખોની રોશની આંશિક રૂપે જતી રહી.
- રેટિનાથી થયેલા નુકશાનના કારણે તેની આંખોમાં ઘણા બ્લેક સ્પોટ્સ થઈ ગયા છે. ત્યારબાદ આર્ચી હવે ના તો વધારે સમય સુધી કંઈ વાંચી શકે છે, ન તો મિત્રોનો ચહેરો ઓળખી શકે છે, ના તે રમી શકે છે અને ના તે એકલો રસ્તો ક્રોસ કરી શકે છે.
- આ વિશે બાળકે જણાવ્યું કે, મને લાગ્યું હતું કે આ એકદમ એવું થઈ ગયું જેવું કોઈ બલ્બ તરફ સતત જોઈએ તો અમારી આંખ પર થોડા સમય માટે એક નિશાન બની જાય છે.
- ડોક્ટર્સનું કહેવું છે કે, બાળકની આંખને થયેલું નુકશાન એટલું વધારે ગંભીર છે કે, હવે તેનું ઠીક થવું બહુ મુશ્કેલ લાગી રહ્યું છે.
બાળકને આપી હતી વોર્નિંગ
- બાળકની 30 વર્ષીય મા એમા કાર્સને જ આર્ચીને 17 ઓગસ્ટના રોજ આ લેઝર પેન આપી હતી. તેને આપતા તેની માએ તેને વોર્નિંગ પણ આપી હતી, સાથે જ કહ્યું હતું કે, તેને આંખ પર ના મારતો, પરંતુ આર્ચી આ વોર્નિંગ ભૂલી ગયો અને તેની આંખોને નુકશાન કરી બેઠો.
- બીજા દિવસે આર્ચી તેની મા પાસે પહોંચ્યો અને કંઈ દેખાતું ના હોવા વિશે જણાવ્યું. એમાને લાગ્યું કે, કોઈ એકલર્જી ના કારણે આવું થયું હશે, પરંતુ પછી પણ આર્ચીને સરખું દેખાઈ રહ્યું નહોતું અને તેને રોડ સાઈન ના દેખાતા અને ભાઈ સાથે રમવામાં તકલીફ થવા વિશે જણાવ્યું. ત્યારે જઈને એમાને મામલાની ગંભીરતા સમજાઈ.
- લગભગ 6 દિવસ બાદ બાળકની માતા તેને લઈને ડોક્ટર પાસે પહોંચી ત્યારે જઈને તેને લેઝરના કારણે બાળકને નુકશાન થવા અંગે જણાવ્યું.
- એમાએ જણાવ્યું કે, જ્યારે મેં ડોક્ટરને પૂછ્યું કે શું અમારે આવવામાં લેટ થઈ ગયું, તો તેમણે કહ્યું, જો તમે ઘટનાના 10 મિનિટ પછી પણ આવતા તો તેનાથી પણ કંઈ ફરક ના પડતો. કારણ કે લેઝર તરત ટિશ્યૂઝને સળગાવી દે છે અને તેના નિશાન પણ રહી જાય છે.
માને થઈ રહ્યો છે બહુ અફસોસ
- આર્ચીની માએ તેને લેઝર લાઈટ આપી હતી અને હવે તેને આ વાતનો બહુ અફસોસ થઈ રહ્યો છે. કાર્સનનું કહેવું છે કે, 'મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે, હું બાળક માટે કોઈ રમકડું લઈને આવીશ તો તે તેના માટે બહુ ખતરનાક સાબિત થઈ જશે.' માએ સવાલ કરતા પૂછ્યું કે, 'આવી વસ્તું રમકડાની દુકાને શા માટે વેચાઈ રહ્યા છે.'
આ પણ વાંચો - પાન-ગુટખાની પિચકારીથી રંગાઈ ગઈ હતી દિવાલ, IAS ઓફિસર જાતે ડોલ-કપડું લઈને સાફ કરવા લાગ્યા