સાળી અને પત્ની એક સાથે થઈ પ્રેગ્નેન્ટ, એક જ દિવસે બન્નેએ આપ્યા જુડવા બાળકો, પરંતુ સાચી સ્ટોરી હજુ બાકી હતી...

ડોક્ટર્સ પણ સમજી નહોતા શકતા કે આખરે આવું કેવી રીતે થઈ શકે

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 10:51 AM
both Sisters gave birth to twins baby on the same Day but real story still left

અજબ-ગજબ ડેસ્કઃ આ સ્ટોરી અમેરિકામાં રહેતી બે બહોનોની છે, જેની જિંદગીની ઘણી મહત્વની વસ્તુઓ એક સાથે થઈ. બન્ને બહેનો એક સાથે પ્રેગ્નેન્ટ થઈ અને એક જ દિવસે બન્ને બહેનોની ડિલિવરી થઈ. ખાસ વાત એ હતી કે બન્નેએ જુડવા બાળકોને જન્મ આપ્યો. પણ આ સ્ટોરી અહીંયા પૂરી ના થઈ. હકીકતમાં આ બન્નેએ જે બાળકોને જન્મ આપ્યો, તે અલગ-અલગ જુડવા બાળકો નહોતા પરંતુ ક્વાડરપેલેટ્સ(એક સાથે પેદા થતા ચાર બાળક) હતા. એટલે કે એક જ કપલના એમ્બ્રોયના બે અલગ અલગ ગર્ભમાં એક સાથે નાખવામાં આવ્યું હતું, જેથી તેમનો જન્મ થયો.

કેવી રીતે એક સાથે પ્રેગ્નેન્ટ થઈ બન્ને બહેનો?

- કહાણીની શરૂઆત ઓહિયો સ્ટેટમાં રહેતા એની જોનસન અને તેના હસબન્ડ જોબીના બાળકને લઈને સંઘર્ષ સાથે શરૂ થઈ. બન્ને ઘણા વર્ષતી ફેમિલી પ્લાન કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ મળતી નહોતી.
- ત્યારે એનીની મોટી બહેન ક્રિસીએ તેની સામે એક ઓફર રાખી. ક્રિસીએ તેના બાળકને સરોગેટ મધર બનવાનો નિર્ણય લીધો. એની અને તેના હસબન્ડ પણ તેના માટે રાજી થઈ ગયા.
- ડોક્ટરે પ્રોસીઝર શરૂ કરી અને સૌથી પહેલા એનીના એગ્સ માટે. પછી આ એગ્સને જોબીના સ્પર્મ સાથે ફર્ટિલાઈજ કરવામાં આવ્યું. ત્યારબાદ ડોક્ટરે બે એમ્બ્રોય ક્રિસીની બોડી ટ્રાન્સફર કરી.
- એની અને તેની બહેન બન્નેની પીરિયડ સાયકલ એક જ હતી એટલા માટે ડોક્ટરે એનીને પણ એક છેલ્લો ચાન્સ લેવા માટે કહ્યું અને બે એમ્બ્રોય તેની બોડીમાં ઈમ્પ્લાન્ટ કર્યા.

એક સાથે દેખાયા પ્રેગ્નેન્સીના લક્ષણ

- બહુ ઝડપથી બન્ને બહેનોની અંદર પ્રેગ્નેન્સીના લક્ષણ દેખાવા લાગ્યા. બન્ને બહેનો ત્યારે હેરન રહી ગઈ, જ્યારે ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કર્યું. એની આટલા વર્ષ સંઘર્ષ બાદ છેલ્લા ચાન્સમાં પ્રેગ્નેન્ટ થઈ.
- એનીએ કહ્યું કે, અમે નક્કી કરી લીધું હતું કે, હવે જો ક્રિસી પ્રેગ્નેન્ટ ના થઈ તો અમે તેને ફરીવાર આ પ્રોસીઝર કરવા નહીં કહીએ. પણ બન્યું એવું કે ક્રિસી પણ પ્રેગ્નેન્ટ થઈ ગઈ, તે પણ જુડવા બાળકો સાથે.
- એની અને તેનો પતિ જ્યાં એક બાળક માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં તેના ઘરે ચાર બાળક એક સાથે આવવાના હતા. તેની ખુશીનું કોઈ ઠેકાણું નહોતું.

એક સાથે આપ્યો બાળકોને જન્મ

- ત્યારબાદ બન્ને બહેનો એક સાથે લેબરમાં ગઈ. બન્નેએ પહેલાથી નક્કી કરી રાખ્યું હતું કે, તે ઓપરેશન દ્વારા જ બાળકને જન્મ આપશે. ક્રિસીની ડિલિવરી પહેલા થશે અને એની આ દરમિયાન ત્યાં હાજર રહેશે.
- ઠીક એવું થયું પણ. પહેલા ક્રિસીએ ઓપરેશન દ્વારા બે બાળકોને જન્મ આપ્યો અને પછી એનીએ જુ઼ડવા દીકરીઓને જન્મ આપ્યો.
- આ રીતે આ બાળકો ક્વાડરપલેટ્સ થયા, જે ભલે બે અલગ અલગ ગર્ભમાં થયા પરંતુ આ એક સાથે ગર્ભમાં આવ્યા અને એક જ દિવસે પેદા થયા.

આ પણ વાંચો - ટોઈલેટ પર લાગેલી KBCની જાહેરાત 'કબ તક રોકોગે?, તસવીર વાયરલ

both Sisters gave birth to twins baby on the same Day but real story still left
both Sisters gave birth to twins baby on the same Day but real story still left
both Sisters gave birth to twins baby on the same Day but real story still left
both Sisters gave birth to twins baby on the same Day but real story still left
both Sisters gave birth to twins baby on the same Day but real story still left
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App