તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માએ તેના મિત્રને દેખરેખ માટે આપ્યો હતો દીકરો, વોશિંગ મશીનમા નાખી ઉતાર્યો ક્રૂરતાભર્યો વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ પોલેન્ડમાં બે વર્ષના એક બાળક સાથે ક્રૂરતાનો ખોફનાક વીડિયો સામે આવ્યો છે. અહીં એક મહિલા પોતાના બાળકને એક નજીકના વ્યક્તિના વિશ્વાસે છોડીને કામ પર જતી રહી હતી. ત્યાર બાદ તે વ્યક્તિએ પહેલાં તો બાળકને વોશિંગ મશીનમાં નાખીને બંધ કરી દીધું અને તેનો વીડિયો બનાવ્યો. ત્યાર બાદ બાળકના મશીનમાં તરફડ્યા મારતો વીડિયો ઓનલાઇન પણ પોસ્ટ કરી દીધો. પોલીસને બાળકને જબરદસ્તી સિગરેટ પીવડાવવાની એક તસવીર પણ સોશ્યિલ મીડિયાથી મળી આવી છે.

 

માતાને સોશ્યિલ મીડિયાના પેજમાંથી મળ્યો વીડિયોઃ-
- પોલીસને રૈડમની રહેનારી 21 વર્ષની જૈનેટા ડીના સોશ્યિલ મીડિયા પેજથી 2 વર્ષના બાળકનો સિગરેટ પીતો ફોટો અને વોશિંગ મશીનમાં તેને નાખવાનો વીડિયો મળી આવ્યો છે.
- પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, જૈનેટા બાળકની માતા છે અને બાળકનું નામ કૈસ્પર છે. જોકે, માતાને આ પોસ્ટ વિશે કોઇ જ જાણકારી હતી નહીં.
- તેણે જણાવ્યું કે, તે પોતાના દીકરા કૈસ્પરને એડમ બી નામના એક મિત્ર પાસે છોડીને થોડાં કામથી બહાર ગઇ હતી અને પોતાનો ફોન પણ ઘરે ભુલીને ગઇ હતી.

 

પરિવારના નજીકના વ્યક્તિએ ક્રૂરતાની હદ પાર કરીઃ-
- ત્યાર બાદ જાણવા મળ્યું કે, મહિલા જે મિત્રના વિશ્વાસે બાળકને ઘરે છોડીને ગઇ હતી. તેણે જ બાળકને જબરદસ્તી વોશિંગ મશીનમાં નાખીને તેન સાથે ક્રૂરતા કરી હતી.
- પોલીસને પણ જાણવા મળ્યું કે આ વીડિયોને મૈટ્યૂઝ નામના યુવકે ઓનલાઇન પોસ્ટ કર્યો, જે બેબીસિટર એડમનો મિત્ર હતો. જોકે, પોલીસે બંનેને અરેસ્ટ કરી લીધા છે.
- પોલીસ આ મામલે બાળકના પિતા સાથે પણ વાતચીત કરી રહી છે. પોલીસ પ્રમાણે, પિતા પણ બાળકની સાથે થયેલાં દુર્વ્યવહારનો જવાબદાર છે અને તેના બાળકની દેખરેખ પર ધ્યાન આપતો નથી.
- જોકે, પોલીસે વીડિયો પોસ્ટ કરનાર મૈટ્યૂઝને ટીનેજ હોવાના કારણે છોડી દીધો પરંતુ બેબીસિટર એડમ અને બાળકના પિતા તોમાજને ચાઇલ્ડ એબ્યૂઝના આરોપનો સામનો કરવો પડશે.

 

આ પણ વાંચોઃ- રસ્તા પર જતા વ્યક્તિએ શાંતિથી જતાં સાપને છંછેડ્યો, ભોગવવું પડ્યું પરિણામ