મુંબઈ / ચોથા માળેથી 14 મહિનાનું બાળક નીચે પડ્યું, ઝાડને કારણે ચમત્કારિક રીતે બચી ગયું

DivyaBhaskar.com | Updated - Jan 08, 2019, 07:59 PM
baby survives fall from fourth floor

  • કપડાં સૂકવવા માટે દાદીએ બારીનું શટર ખોલ્યું અને બંધ કરતાં ભૂલી ગયાં.
  • 14 મહિનાનો અથર્વ નીચે જોવા ગયો અને પડી ગયો.
  • ઝાડની ડાળી પર પડવાને કારણે નજીવી ઈજાઓ સાથે તેનો આબાદ બચાવ થયો.

મુંબઈઃ અહીંના ગોવંડીની એક સોસાયટીમાં ચોથા માળની બારીમાંથી નીચે પડેલા 14 મહિનાના બાળકનો ઝાડને લીધે ચમત્કારિક બચાવ થયો હતો. બાળકને ફક્ત હોઠ અને પગ પર નજીવી ઈજા થઈ છે. ગોવંડી (પૂર્વ)ની ગોપીકૃષ્ણ ઈમારતમાં ચોથા માળે બારકાડે પરિવારનો ફ્લેટ છે, જ્યાંથી 14 મહિનાનું બાળક અથર્વ બારકાડે નીચે પટકાયું હતું. અથર્વનાં દાદી મંગલા ગુરુવારે સવારે કપડાં સૂકવવા માટે લિવિંગ રૂમની સ્લાઈડિંગ વિન્ડો ખાલી અને પછી બારી બંધ કરવાનું ભૂલી ગયાં. તે સમયે ત્યાં રમતો અથર્વ બારી પાસે ગયો અને નીચે જોવા જતાં નીચે પડી ગયો. દોડી આવેલા લોકોએ જોયું તો અથર્વ નીચે જમીન પર પડેલો હતો, પરંતુ સદનસીબે તે ભાનમાં હતો. તેને નજીવી ઈજા થઈ છે. અથર્વ નીચે પડ્યો ત્યારે પહેલાં ઝાડની ડાળ પર અને પછી જમીન પર પડ્યો હતો. આથી તે મોટા ભાગનો આઘાત ઝાડમાં શોષાઈ જતાં તે આબાદ બચી ગયો હતો.

X
baby survives fall from fourth floor
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App