તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડગ મનનો માનવી: બાળપણમાં પગ ગુમાવ્યા તો છેલ્લા 20 વર્ષથી હાથ વડે ચાલીને કામ કરવા જાય છે આ વ્યક્તિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: ઉત્તર ચીનના શાન્ક્સી પ્રાંતના લિન્ફેનનો લિયુ ગે નામનો આ યુવક કાળા માથાનો માનવી ધારે તો મક્કમ મનોબળના જોરે પોતાની વિકલાંગતાની ઐસી-તૈસી કરીને ધાર્યા કામ પાર પાડી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.


- લિયુ બાળપણમાં તેના બન્ને પગ ગુમાવ્યા બાદ છેલ્લા 20 વર્ષથી હાથ વડે ચાલે છે. શરૂઆતમાં સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ તેની મશ્કરી પણ કરતા પરંતુ તેણે એ તરફ ધ્યાન આપ્યા વિના વ્હીલચેરનો ઉપયોગ કરવાનું કે માતા-પિતાની મદદ લેવાનું ટાળીને હાથ વડે ચાલવાનું ચાલુ જ રાખ્યું. 
- લિયુને આ રીતે ચાલવામાં શરૂ-શરૂમાં તો બેલેન્સ જાળવવામાં ઘણી તકલીફ પડી પણ હવે તેને આમ ચાલવામાં સારી ફાવટ આવી ગઇ છે. 
- તે અટક્યા વિના આ રીતે 200 મીટર ચાલી શકે છે અને થોડી-થોડી વારે વિરામ લઇને તો પાંચ-છ કિ.મી. સુધી ચાલી શકે છે 
- નવરાશના સમયમાં તેના વૃદ્ધ માતા-પિતાને ખેતીકામમાં પણ મદદ કરે છે. 

અન્ય સમાચારો પણ છે...