Divya Bhaskar

Home » Ajab-Gajab » Na Hoy » Amazing 10 Year Old Boy Helps Blind Deer Find Food Every Day Before School

શાળાએ જતા પહેલા રોજ એક હરણ સાથે ફરતું હતું બાળક, પડોસીને સમજાતી નહોતી આ વાત, શંકા થઇ તો એક દિવસ પકડી લેવાયું હરણ

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 12:56 PM

તેની આંખોમાં જોતા જ ખુલી ગયું હરણનું સિક્રેટ, બાળકે જણાવી આખી કહાણી

  • Amazing 10 Year Old Boy Helps Blind Deer Find Food Every Day Before School

    (આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

    અજબ-ગજબ ડેસ્ક: અમેરિકામાં રહેતો એક બાળક રોજ શાળાએ જતા પહેલા એક જંગલી હરણ સાથે અહીં ને ત્યાં ફરતા નજરે પડતો હતો. બાળકની આ આદતને જોઈ તેના પડોસીએ એક દિવસ કારણ જાણવા માટે તેનો પીછો કર્યો. જયારે તેણે હરણની આંખોમાં જોયું તો તેને સમગ્ર હકીકત ખબર પડી ગઈ અને તેને શેર કરવાથી પોતાને રોકી શક્યો નહીં. હકીકતમાં તે હરણ આંધળું હતું અને તે બાળક રોજ તેને પોતાની સાથે અહીં ને ત્યાં ઘાસ દેખાય તેવા ગાર્ડન્સમાં ફરવા લઇ જતો અને તેની ભૂખ સંતાડતો હતો.

    * પડોસીએ શેર કર્યો ફોટો
    - આ સ્ટોરી શિકાગોમાં રહેતા આ 10 વર્ષના બાળકની છે, જેણે કેટલાક સમય પહેલા તેના એક પડોસીએ સોશિયલ મીડિયા પર એક ફોટો સાથે શેર કરી હતી. આ ફોટોમાં બાળક એક હરણ સાથે નજરે પડે છે.
    - તે બાળક રોજ શાળાએ જતા પહેલા તે અંધ હરણને એક યાર્ડથી બીજા યાર્ડમાં લઇ જઈને તેને લીલું ઘાસ ખવડાવવામાં મદદ કરતો હતો. જેથી તેનું પેટ ભરાઈ જાય. તેની આ આદતને રોજ એક પડોસી નોટિસ કરતા હતા. જેના પછી તેણે બાળકનો ફોટો શેર કરીને તેના વિશે જણાવ્યું હતું.

    - પડોસી મુજબ જયારે તેને અને તેની પત્નીને બાળક અને હરણની હકીકત ખબર પડી તો અમે ઈમોશનલ થી ગયા અને તે પછી મારી પત્નીએ હરણની મદદ માટે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ગ્રુપ (જંગલી જીવ બચાવ દળ)ને ફોન કરી દીધો. જેથી તેને એક સુરક્ષિત જગ્યા મળી રહે અને ટ્રાફિકથી પણ દૂર રહે

    * હરણના ગયા પછી આવું રહ્યું બાળકનું રિએક્શન
    - થોડા જ દિવસ બાદ તે પડોસીએ એકવાર ફરી પોસ્ટ લખીને તે હરણ વિશે જણાવ્યું. તેણે લખ્યું,'થોડા જ કલાકો પહેલા એક લાયસન્સ વાઈલ્ડ લાઈફ રિહેબિલિટેશન ગ્રુપના મેમ્બર્સ તે હરણને પોતાની સાથે લઇ ગયા છે. માત્ર આ જ લોકો છે જે કાનૂની રીતે બીમાર હરણનો ઈલાજ કરાવી શકે છે અને તેને શરણ પણ આપે છે. આ રેસ્ક્યુ પ્રોસેસને જોઈને તે બાળક અને તેની માતા સહિતના ઘણા લોકો એકઠા થઇ ગયા હતા.

    - બધાને લાગી રહ્યું હતું કે હરણના જવાથી તે બાળક ઘણું દુઃખી થશે. પણ આ વિશે તેને પૂછવામાં આવ્યું તો તેણે ઘણી સમજદારી સાથે પોતાની પ્રતિક્રિયા આપી. બાળકે બતાવ્યું કે તે થોડા દિવસ પહેલા હરણને મળ્યો હતો અને તેણે તેનું નામ પણ નહોતું રાખ્યું. અહીં સુધી કે હરણને લઇ જતા સમયે તેણે તેના પર કોઈ પ્રકારનો હક પણ જતાવ્યો નહીં. બાળક માત્ર તેની ભલાઈ ઇચ્છતું હતું.

    આ પણ વાંચો:-
    બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending