તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અહીં રોકાવા માટે મળશે 40 લાખ, ફરવા માટે મળી રહી છે જોબ | A Travel Job Is Offered To Stay And Promote In A City Of Mexico

અહીં રોકાવા માટે મળશે 40 લાખ, ફરવા માટે મળી રહી છે જોબ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: આ એક એવી તક છે જેમાં તમને ફરવા અને જગ્યાઓના પ્રમોશન માટે 40 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મેક્સિકોના કૈનકુન નામની જગ્યા પર માત્ર 6 મહિના રહેવા માટે એક ટુરિસ્ટ વેબસાઈટ લોકોને 60000 ડોલર એટલેકે 40 લાખ રૂપિયાની જોબ આપી રહી છે. આ જોબ માટે પસંદ કરાયેલા લોકોએ માત્ર શહેરના ટુરિઝમને પ્રમોટ કરવાનું રહેશે. આ સિવાય શહેરની હોટેલ્સ, રેસ્ટોરાં અને અલગ-અલગ ટ્રાવેલિંગ સાઇટ્સ વિશે પોતાના અનુભવ પણ લોકોને બતાવવા પડશે.


- સૂત્રોથી મળતી માહિતી મુજબ સેલેરી સિવાય શહેરમાં રહેવા દરમિયાન થનારા તમામ ખર્ચ વેબસાઈટ જ ઉપાડશે. આ નોકરીની સૌથી ખાસ વાત એ છે કે તેના માટે કોઈપણ અનુભવની જરૂરિયાત નથી. આ સિવાય કોઈ ડિગ્રી કે ક્વોલિફિકેશનની પણ જરૂર નથી.


- આ નોકરીમાં એપ્લાય કરનાર લોકોએ પહેલા કેટલાક કામોમાં પોતાની લાયકાત સાબિત કરવી પડશે. તેમને કેટલાક ટાસ્ક જરુરથી પાસ કરવા પડશે. આ જોબ માર્ચ 2018માં શરુ થઇ છે અને ઓગષ્ટ 2018 સુધી ચાલશે. સૌથી પહેલા ટાસ્કમાં 1 મિનિટનો વીડિયો અપલોડ કરવાનો રહેશે. આ વીડિયોમાં તમારી પોતાની ખાસિયત અને તમે આ નોકરી કેમ ઈચ્છો છો? તે બતાવવાનું રહેશે. તેના પછી ઓડિયન્સની વોટિંગથી 5 સૌથી શ્રેષ્ઠ વીડિયોને પસંદ કરવામાં આવશે.


- આ સ્ટેજને પાર કર્યા પછી એક ઇન્ટરવ્યૂ માટે તમને મેક્સિકો બોલાવવામાં આવશે. વેબસાઈટના સીઈઓ મુજબ આ જોબને શરુ કરવાનું કારણ આ જગ્યાને દુનિયાની સૌથી બેસ્ટ ટુરિસ્ટ જગ્યા બનાવવાનું છે. તેઓ ઈચ્છે છે કે આખી દુનિયા આ શહેરની સુંદરતા જોવે.

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું