તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવારે ઉઢીને યુવકે ઘરના ફળિયામાં જોયો સુંદર પરંતુ ખતરનાક કરોળિયો, વિશાળ સાઇઝ જોઇને જ ડરી ગયો વ્યક્તિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

(આ કહાણી 'સોશ્યિલ વાયરલ સીરીઝ' હેઠળ છે. દુનિયાભરમાં સોશ્યિલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે.)

 

અજબ-ગજબ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં થોડાં ખૂબ જ અજીબોગરીબ જીવ મળી આવે છે. જેમાં મોટા-મોટા કીડા-મકોડાથી લઇને વિશાળ મગરમચ્છ અને ઝેરી સાપ પણ સામેલ છે. આ જ રીતે થોડાં સમય પહેલાં અહીં રહેનાર એક વ્યક્તિ પોતાના ઘરના ફળિયામાં ખૂબ જ મોટા કરોળિયાને જોઇને ડરી ગયો હતો. સવાર-સવારમાં ઉઢ્યા બાદ તે ફળિયામાં આવ્યો, ત્યારે તેણે ઘરના ફળિયામાં ખતરનાક કરોળિયો જોયો હતો.

 

- તે વ્યક્તિએ ઘરમાં જે કરોળિયો જોયો હતો તે ગોલ્ડન સિલ્ક ઓર્બ વીવર પ્રજાતિનો કરોળિયો હતો. મોટાભાગે આવા કરોળિયા માણસોથી દૂર રહે છે. તે ત્યારે જ કરડે છે, જ્યારે તેને કોઇ ખતરો અનુભવાય.
- સૌથી ખાસ વાત એ છે કે, આવા કરોળિયા દેખાવમાં ભલે જ ખૂબ જ ખતરનાક હોય, પરંતુ તે બિલકુલ પણ ઝેરીલા હોતાં નથી. છતાંય લોકો તેનાથી દૂર રહેવું જ પસંદ કરે છે.

 

આ પણ વાંચોઃ- અજાણ્યા કપલે તડકામાં તપતી કારમાં ફસાયેલી બાળકીને બહાર કાઢી, ડ્રગ્સના નશામાં જમીન પર પડ્યા હતાં તેના પેરેન્ટ્સ