2 અબજ રૂપિયામાં વેચાયો આ સામાન્ય દેખાતો 'વાટકો', ખાસિયત જાણી રહી જશો દંગ

માત્ર 5 મિનિટમાં પૂર્ણ થઇ નીલામી, આ વ્યક્તિએ ખરીદ્યો 'મેડ ઇન ચાઇના'નો આ 'વાટકો'

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 11:50 AM
A bowl sold in 2 billion in five minute auctioned game at China

અજબ ગજબ ડેસ્કઃ વિશ્વાસ નથી થતો જે દેશનો સામાન દુનિયાભરમાં માત્ર સૌથી સસ્તો હોવા માટે પ્રખ્યાત છે, ત્યાં આવી પણ કોઇ ઘટના બની શકે છે. અમે વાત કરી રહ્યા છીએ આપણાં પાડોસી દેશ ચીન વિશે. અહીં હાલમાં જ એક ઉત્પાદની કિંમત 2 અબજ લગાવવામાં આવી છે. આશ્ચર્યની વાત એ પણ છે કે આ કિંમતમાં તે સામાન વેચાઇ પણ ગયો. આ સામાન જે 2 અબજ રૂપિયામાં વેચાયો તે માત્ર એક 'વાટકી' હતી.

આ 'વાટકો' સાથે અહીં માત્ર શબ્દ લગાવવો યોગ્ય નથી કેમ કે આ માત્ર એક 'વાટકો' નથી. તેની ખાસિયત જાણીને તમને પણ ખ્યાલ આવશે કે આખરે આ 'વાટકો' આટલી કિંમતે વેચાઇ ગઇ રીતે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

A bowl sold in 2 billion in five minute auctioned game at China

આ એક હકીકત છે કે ચીનના બનેલાં મોંઘા સામાનની બજારમાં માંગ રહેતી નથી, પરંતું આ 'વાટકો' એટલી મોટી કિંમતે વેચાઇ ગઇ જેની કલ્પના પણ તમે કરી શકો નહીં. તમે વિચારતાં હશો કે માત્ર એક 'વાટકા'ની કિંમત 2 અબજ કઇ રીતે હોઇ શકે. આ 'વાટકો'ની એક ખાસિયત છે કે તે ચીનના 'ચિંગ રાજવંશ'નો માનવામાં આવે છે. નોંધનીય છે કે તેની કિંમત એક નીલામીમાં 3.04 કરોડ ડોલર એટલે 1 અબજ 98 કરોડ રૂપિયા લગાવવામાં આવી છે. અમે જાણીએ છીએ કે ઘણાં લોકોના મનમાં હવે એ સવાલ ઊભો થતો હશે કે આખરે આ 'વાટકો' ખરીદ્યો કોણે? એક રિપોર્ટ પ્રમાણે આ 'વાટકો' ચીનના સમ્રાટ કાંગશી માટે બનાવવામાં આવ્યો હતો. આ 'વાટકા'નો વ્યાસ 6 ઇંચ ઉલ્લેખવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

A bowl sold in 2 billion in five minute auctioned game at China

આ 'વાટકો' રાજા દ્વારા 18મી સદીમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. તેને ચીનના એક બોલીદાતાએ બોલી શરૂ થવાના પાંચ મિનિટની અંદર જ ખરીદી લીધો અને તેની માટે તેની કિંમત 2 અબજ ખર્ચી નાખ્યાં. નોંધનીય છે કે આ 'વાટકા'ને ચીનની પાંરપરિક ચિત્રકલા અને યૂરોપીય કળાના મિશ્રણનો અદભૂત નમૂનો બતાવવામાં આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 18મી સદીમાં ચીનના સમ્રાટ કાંગશીએ આ 'વાટકા'નો ઉપયોગ કર્યો હતો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

A bowl sold in 2 billion in five minute auctioned game at China

ગયા વર્ષે પણ એક ચીની 'વાટકો' અઢી અબજ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો. આ 'વાટકો' ચીનના સોંગ વંશ સાથે જોડાયેલો હતો જે 1000 વર્ષ જૂના ઉલ્લેખવામાં આવે છે. આ 'વાટકો' 3.77 કરોડ ડોલર એટલે 2 અબજ 45 કરોડ રૂપિયામાં વેચાયો હતો.

X
A bowl sold in 2 billion in five minute auctioned game at China
A bowl sold in 2 billion in five minute auctioned game at China
A bowl sold in 2 billion in five minute auctioned game at China
A bowl sold in 2 billion in five minute auctioned game at China
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App