પહાડી પર ફરતા-ફરતા એન્જીનિયરને મળ્યો એક લાખ વર્ષ જૂનો પત્થર, જેમાં હતો ત્રણ પિન વાળો પ્લગ, તપાસમાં સાચો સાબિત થયો દાવો

વૈજ્ઞાનિકો માટે કોયડો બની ગયું આ ઇલેક્ટ્રોનિક કમ્પોનેટ, બોલ્યા - આવું કેવી રીતે થઇ શકે છે

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:25 PM
A 100000 Year Old Electrical Component Embedded In Stone

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: દુનિયામાં અલગ-અલગ સમયે લોકોએ એવા દાવા કર્યા છે કે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. આવો જ એક દાવો કેટલાક વર્ષ પહેલા નોર્થ અમેરિકામાં રહેતા એક એન્જીનીયરે કર્યું હતું. તેનું કહેવું હતું કે એકવાર પહાડી વિસ્તારમાં ફરતી વખતે તેને પથ્થરની અંદર લાગેલું એક ઇલેક્ટ્રોનિક સાધન મળ્યું હતું. જે લગભગ 1 લાખ વર્ષ જૂનું હતું. ત્યાં જ જયારે ભૂ-વૈજ્ઞાનિકોએ પથ્થરની તપાસ કરી તો સાચે તે ઘણો જૂનો પથ્થર નીકળો. જોકે સાધનની અસલી હકીકત અંગે આજ સુધી કોઈ ફોડ પાડી શક્યું નથી.

* મળ્યું એકદમ આજ જેવું જ ડિવાઇસ:
- આ લગભગ 1 લાખ વર્ષ જૂના સ્ટોન પ્લગ ડિવાઇસ મળવાનો દાવો અમેરિકી ઇલેક્ટ્રિક એન્જીનીયર જોન જે. વિલિયમ્સને વર્ષ 1998માં કર્યો હતો. એન્જીનીયરનું કહેવું હતું કે નોર્થ અમેરિકામાં એક પહાડ પર ફરતા સમયે તેને આ ડિવાઇસ મળ્યું હતું. તેના મુજબ તે જમીનમાં દટાયેલું હતું, અને જયારે તેણે આ જોયું તો તે ચોંકી ઉઠ્યા હતા અને પછી તેને ખોદીને બહાર કાઢયું હતું.
- વિલિયમ્સને જે ડિવાઇસ મળી હતી, તે ટ્રિપલ પ્લગ ફોર્મેટમાં હતી, એટલેકે તેમાં ત્રણ પ્લગ લાગ્યા હતા અને તે એક પથ્થર સાથે જોડાયેલો હતો.
- આ વિચિત્ર સાધનની પહોળાઈ 8mm, ઊંચાઈ લગભગ 3mm અને પિનની વચ્ચેનું અંતર 2.5mm છે.

* મળી ચુકી કરોડોની ઓફર:
- આ પથ્થર ડિવાઇસને વિલિયમસનએ 'પેટ્રાડોક્સ'નું નામ આપ્યું. આ ડિવાઇસ દેખાવમાં એકદમ આજના જ કમ્પોનન્ટમાં પાવર પ્લગ સાથે જોડાયેલી નજરે પડે છે.
- આ અનોખા ડિવાઇસને વેચવા માટે તેને 3.5 કરોડ રૂપિયા સુધીની ઓફર મળી ચુકી છે. પણ તે વેચવાથી ઇન્કાર કરી ચુક્યા છે
- વિલિયમ્સના જણવ્યા મુજબ આ ડિવાઇસમાં જે પિન લાગે છે, તે કોઈ મેટલિક જેવું મટીરીયલથી બને છે. જોકે કેટલાયે લોકો આ ડિવાઇસ અંગે ભરોસો કરતા નથી અને તેને એકદમ ખોટું માને છે.

X
A 100000 Year Old Electrical Component Embedded In Stone
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App