Home » Ajab-Gajab » Strange » અંતે વૈજ્ઞાનિકોએ ખોલી નાખ્યું 2 હજાર વર્ષ જૂનું તાબૂત, અંદરથી નીકળ્યા એક સાથે ત્રણ મમ્મી

અંતે વૈજ્ઞાનિકોએ ખોલી નાખ્યું 2 હજાર વર્ષ જૂનું તાબૂત, અંદરથી નીકળ્યા એક સાથે ત્રણ મમ્મી

Divyabhaskar.com | Updated - Jul 21, 2018, 07:04 PM

ઈજિપ્તના એલેક્ઝાંડ્રિયામાં મળેલા દુનિયાના સૌથી મોટા તાબૂતને વૈજ્ઞાનિકોએ ખોલી નાખ્યું છે.

  • ઈજિપ્તના એલેક્ઝાંડ્રિયામાં મળેલા દુનિયાના સૌથી મોટા તાબૂતને વૈજ્ઞાનિકોએ ખોલી નાખ્યું છે. અફવાઓ અને ચેતવણી વચ્ચે પણ વૈજ્ઞાનિકોએ આ તાબૂતને ખોલી નાખ્યું છે. 2 હજાર વર્ષ જૂનાં આ તાબૂતને ખોલતાં તેમાંથી એક સાથે ત્રણ લોકોનાં અવશેષ મળી આવ્યાં છે. આ તાબૂત એલેક્ઝેન્ડર ધ ગ્રેટનું માનવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા એક બિલ્ડિંગના ખોદકામ દરમિયાન તાબૂત મળી આવ્યું હતું. આ તાબૂત 9 ફૂટ લાંબું, 6 ફૂટ પહોળું અને 30 કિલો વજનનું છે.તાબૂત એટલું ભારે હતું કે તેનું ઢાંકણું ખોલવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. તાબૂતમાંથી મળેલા ત્રણેય મમીને રિસ્ટોરેશન મ્યુઝિયમમાં લઈ જવાયા છે. જ્યાં વૈજ્ઞાનિકો સંશોધન કરીને મોતનું કારણ જાણશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ