• Home
  • Ajab Gajab
  • Strange
  • 6 Year Old Girl Killed Her 1 Year Baby Brother By Strangling Him By Car Seat Belt, As he was Crying

12 મહિનાનો ભાઈ રડતો બંધ ના થયો તો, 6 વર્ષની સગી બહેને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો

6 Year Old Girl Killed Her 1 Year Baby Brother By Strangling Him By Car Seat Belt, As he was Crying

Divyabhaskar.com

Nov 21, 2018, 11:50 AM IST

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકાના ટેક્સાસમાં 1 વર્ષના બાળકની હત્યાનો ખોફનાક મામલો સામે આવ્યો છે. અહીં લોકો ત્યારે આશ્ચર્ય પામ્યા જ્યારે લોકોને જાણવા મળ્યું કે, આ હત્યા કોઇ અન્યએ નહીં પરંતુ બાળકની 6 વર્ષની બહેને જ કરી હતી. લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ હતો કે, 6 વર્ષની બાળકી કેવી રીતે આ ખતરનાક કામ કરી શકે છે? ત્યાર બાદ પોલીસે જે કહાણી સંભળાવી તે ચોંકાવનારી હતી.

મારો ભાઈ ખૂબ જ રડી રહ્યો હતોઃ-
- આ ઘટના અહીંના હોસ્ટન વિસ્તારમાં એક પાર્કિંગ એરિયામાં બની હતી. જ્યાં બાળકી પોતાના ભાઈ અને પિતાની સાથે આવી હતી.
- બાળકીએ પોલીસને જણાવ્યું કે, તેના પિતા તેને અને તેના ભાઈને કારમાં મુકીને થોડો સામાન ખરીદવા ચાલ્યાં ગયાં હતાં.
- ત્યાર બાદ તેનો ભાઈ જોર-જોરથી રડવા લાગ્યો હતો. જ્યારે તે ચૂપ થયો નહીં, ત્યારે 6 વર્ષની બાળકીએ ગુસ્સામાં ભાઈને ચૂપ કરવવા માટે સીટ બેલ્ટથી બાંધી દીધો. થોડીવાર સીટ બેલ્ટમાં ગુંચવાવાથી બાળકનું મૃત્યુ થયું હતું.

પિતા પર હત્યા અને ચાઇલ્ડ અબ્યૂઝનો મામલોઃ-
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના બાદ પોલીસે બાળકોના પિતા 26 વર્ષના આદ્રિયન ડેશુનની ધરપકડ કરી લીધી છે. પિતા પર બિન ઇરાદાપૂર્વક હત્યા અને બાળકોને ખતરામાં નાખવાનો મામલો નોંધ્યો છે. ત્યાં જ આદ્રિયને આ મામલે સફાઈ આપતાં જણાવ્યું કે, જ્યારે તેણે બાળકોને કારમાં એકલાં મુક્યા હતાં ત્યારે તેણે કારનું એસી શરૂ રાખ્યું હતું, મૂવી પણ શરૂ કરી દીધું હતું અને બાળકોને સ્નેક્સ પણ આપ્યાં હતાં. ત્યાર બાદ તે 30-45 મિનિટમાં પાછો પણ આવી ગયો હતો.

- જોકે, પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આદ્રિયન લગભગ ડોઢ કલાક સુધી બાળકોથી દૂર રહ્યો હતો. આદ્રિયને કહ્યું, "જ્યારે હું પાછો ફર્યો ત્યારે મારી દીકરી રડી રહી હતી. તેણે કહ્યું કે, મેં કંઇક ખોટું કરી દીધું છે. ત્યારે જ મેં જોયું કે, મારા એક વર્ષના દીકરાનું ગળું પાછળ એક સીટ બેલ્ટમાં ગુંચવાયેલું છે. મેં પેરામેડિક્ટને કોલ કર્યો, પરંતુ ત્યાં સુધી તે મૃત્યુ પામી ચૂક્યો હતો."

બાળકીએ જણાવી સંપૂર્ણ ઘટનાઃ-
- બાળકી ખૂબ જ ડરેલી હતી માટે તેણે શરૂઆતમાં કોઇને આ વિશે વાત કરી નહીં. ત્યાર બાદ તેણે આ ખોફનાક હત્યાની કહાણી જણાવી હતી. તેણે જણાવ્યું, 'અમે પિતાના ગયા પછી રમી રહ્યા હતાં. ત્યાર બાદ જ્યારે મેં રમવાનું બંધ કરી દીધું ત્યારે તે જોર-જોરથી રડવા લાગ્યો હતો. મને ગુસ્સો આવી રહ્યો હતો. મેં તેને સુવડાવવા માટે સીટ બેલ્ટથી બાંધી દીધો અને થોડીવારમાં તે સૂઇ પણ ગયો હતો.' પોલીસને બાળકીએ જે કહાણી જણાવી તે તેમને સાચી લાગી રહી હતી. પોલીસે જણાવ્યું કે, તેને ફિક્શન અને હકીકતમાં વધારે ફરક હજી સમજાતો નથી.

આ પણ વાંચોઃ- સ્પેસમાં મહિલા એસ્ટ્રોનોટ્સ પીરિયડ્સને કેવી રીતે મેનેજ કરે છે? ગ્રેવિટી ઓછી હોવાના લીધે બ્લડ ફ્લો પર કોઇ અસર થાય છે કે નહીં?

X
6 Year Old Girl Killed Her 1 Year Baby Brother By Strangling Him By Car Seat Belt, As he was Crying
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી