500 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી યુવતીનું વૈજ્ઞાનિકોને મળ્યું ડેડબોડી, હવે તેનું લોહી બચાવી શકે છે અનેકનું જીવન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ પહેલીવાર 500 વર્ષથી પ્રિઝર્વ કરી રાખેલી એક મમીની તપાસ કરીને બીમારીની તપાસ કરવામાં આવી. આ મમી એક ઇંકા ટ્રાઇબ્સની યુવતી છે જે મૃત્યુ વખતે બૈક્ટેરિયલ ઇન્ફેક્શનથી પીડાઇ રહી હતી, જે બિલકુલ ટીબી જેવું હતું. આ મમી એટલી સારી કંડીશનમાં મળ્યું હતું કે તેની સ્કિન, વાળ અને બોડી જોઇને આ વાતનો અંદાજો લગાવવો જ મુશ્કેલ હતો કે આ બોડી આટલાં વર્ષો જૂની હશે. આ બોડીને જોઇને એવું લાગતું હતું કે તેના હાથ જાણે કોઇ જીવતાં વ્યક્તિના હાથ હોય. ડોક્ટર્સનો એવો પણ દાવો છે કે ઇંકા યુવતીમાંથી મળેલાં બ્લડથી આજના સમયની બીમારીઓને ઠીક કરવામાં મદદ મળશે.

 

વાંચોઃ- આ મુસ્લિમ દેશમાં વર્ષો જૂના હિંદુ મંદિરમાં પ્રગટી રહી છે માં દુર્ગાની અખંડ જ્યોત, ઈરાનથી આવનાર અહીં ઝુકાવે છે માથું

 

લંગ્સ ઇન્ફેક્શન થયું હોય તેવી જાણકારી પ્રાપ્ત થઇઃ-

 

મમીનું સ્ટડી કરનાર ન્યૂયોર્કની સિટી યૂનિવર્સિટીમાં ક્રિમિનલ જસ્ટિસ કોલેજના એન્જેલિક કોર્થલ્સે કહ્યું કે આ એનાલિસિસ માત્ર એટલાં માટે સંભવ થઇ શક્યું કેમ કે મમીને ખૂબ જ સારી રીતે પ્રિઝર્વ કરીને રાખવામાં આવી હતી. ટીમે બે ઇંકા મમીઝના હોઠ સાફ કર્યા અને પ્રોટીનની તુલના માપી. આ મમીનું પ્રોટીન પ્રોફાઇલ શ્વાસ સંબંધી બીમારીઓના શિકાર દર્દીઓ જેવું હતું. ત્યાં જ, બ્લડના સેમ્પલ અને લંગ્સના એક્સ-રેમાં મૃત્યુ વખતે લંગ્સ ઇન્ફેક્શનના સાઇન જોવા મળી રહ્યા છે. ડોક્ટર્સનું પણ એવું માનવું છે કે મમીના બ્લડના સેમ્પલ દ્વારા આજના સમયમાં થનારી બીમારીઓને ઠીક કરવામાં મદદ મળી શકશે.

 

જીવતા મનુષ્યો જેવી સ્કિનઃ-

 

આ મમી આર્જેન્ટિનાના એક જ્વાળામુખીના ઢેરથી 1999માં બહાર કાઢવામાં આવી હતી, જ્યાં તેને 22,000 ફૂટની ઊંચાઇએ રાખવામાં આવ્યું હતું. યૂએસ આર્કિયોલોજિસ્ટ અને એક્પીડિશન મેમ્બર જોહાન રેનહર્ડે જણાવ્યું હતું કે જ્યારે મેં તેને પહેલીવાર જોઇ હતી, ત્યારે તેના હાથ બિલકુલ જીવતાં વ્યક્તિ જેવા જોવા મળી રહ્યા હતાં. ટીમને તેના વાળમાં જૂ પણ મળી હતી. નિષ્ણાતોને એવું પણ અનુમાન છે કે યુવતીની કોઇ પરંપરા હેઠળ બલિ આપવામાં આવી હશે. 

 

મોટી મિસ્ટ્રીઝ ઉકેલવામાં મદદગારઃ-

 

કોર્થલ્સે કહ્યું કે તેણે અમારી માટે ઇતિહાસની મોટી મિસ્ટ્રીઝને ઉકેલવા માટે નવા રસ્તા શોધ્યા છે. અમે તેના દ્વારા 1918માં તબાહી મચાવનાર ફ્લૂનું કારણ શોધવામાં મદદ મળશે. આ સિવાય અમારી માટે ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓને લઇને અમારી સમજણને વધારશે. જેવા અમને પેદા થનાર નવા પ્રકારના ઇન્ફેક્શિયસ એજેન્ટ અને જૂના સંક્રામક રોગોના ફરી પેદા થવા વિશે સમજવાનો અવસર મળશે.