• Home
  • Ajab-Gajab
  • Na Hoy
  • Huge 27ft python caught As Fisherman Accidently Put Foot On Giant By Thing Its a Tree Trunk

જંગલમાં તળાવના કિનારે માછલી પકડી રહ્યા હતાં માછીમાર, એક વસ્તુને ઝાડનું થડ સમજીને તેના પર ઊભા થઇ ગયા

Divyabhaskar.com

Dec 05, 2018, 04:11 PM IST
Huge 27ft python caught As Fisherman Accidently Put Foot On Giant By Thing Its a Tree Trunk
Huge 27ft python caught As Fisherman Accidently Put Foot On Giant By Thing Its a Tree Trunk

અજબ-ગજબ ડેસ્કઃ ઇન્ડોનેશિયાના સુમાત્રામાં માછીમારોનું એક ગ્રુપ એક તળાવમાંથી માછલી પકડી રહ્યું હતું. જંગલમાં માછલી પકડતી વખતે એક માછીમાર સાઇડમાં જઇને ઊભો રહી ગયો. તેને થયું કે તે એક ઝાડના થડ પર ઊભો છે, પરંતુ જલ્દી જ તેને અહેસાસ થઇ ગયો કે, તેણે કેટલી મોટી ભૂલ કરી દીધી છે. તે ઝાડનું થડ નહીં પરંતુ એક ભીમકાય પાઇથન અજગર હતો.

27 ફૂટ લાંબો હતો સાપઃ-
- માછીમારો કંઇ સમજી શકે તે પહેલાં પાઇથને ચાલવાનું શરૂ કરી દીધું હતું. અન્ય માછીમાર પણ ઝડપથી ત્યાંથી દૂર ભાગ્યા અને અગજરનું મોં દબાવવા માટે કૂદી પડ્યાં.
- અહીંથી શરૂ થયું 100 કિલોના આ અજગર અને છ માછીમારોની વચ્ચેનું યુદ્ધ. તે એટલો તાકાતવર હતો કે, તેની પકડથી જ માછીમારો આમ-તેમ પડવા લાગ્યાં.

માછીમારને પકડી લીધોઃ-
- અજગરે બચાવની મુદ્રામાં આવીને માછીમારોની ચારેય બાજુ વીંટળાવવાનું શરૂ કરી દીધું. આ સમયે માછીમારનો પગ તેની ચપેટમાં આવી ગયો. અન્ય માછીમાર તેને વીંટળાવવાથી અટકાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવા લાગ્યાં હતાં.

ગામના લોકો પહોંચ્યાઃ-
- માછીમારનો અવાજ સાંભળીને આસપાસ માછલી પકડવા આવેલાં અન્ય લોકો પણ ત્યાં પહોંચી ગયા અને જેમ-તેમ માછીમારને અજગરના ચંગુલથી બચાવી લીધો. માછીમારોએ જણાવ્યું કે, જો દરેક લોકો તાકાત લગાવતાં નહીં તો અજગરે તે વ્યક્તિના પગના હાડકાનો ચૂરો બનાવી દીધો હોત.

અજગરને પકડીને રાખ્યોઃ-
- ગામના લોકોએ મળીને આ અજગરને પિંજરામાં રાખી લીધો. પાસેના એક ગામમાં તેને રાખવામાં આવ્યો. જોકે, વન વિભાગના લોકોને સૂચના મળતાં જ તેમણે આવીને અજગરને જંગલમાં પાછો છોડી મૂક્યો. વન વિભાગ એક્સપર્ટ પ્રમાણે અજગરની Python Reticulatus પ્રજાતિ દુનિયામાં સૌથી મોટી હોય છે. તેઓ ઓછામાં ઓછા 30 ફૂટ લાંબા હોય છે.

આ પણ વાંચોઃ- સૂમસામ જગ્યા પર યુવતીને જોવા મળી ફેક્ટરી, સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું અહીં આવવાની મનાઈ છે, પરંતુ તે ઘૂસી ગઇ અંદર

X
Huge 27ft python caught As Fisherman Accidently Put Foot On Giant By Thing Its a Tree Trunk
Huge 27ft python caught As Fisherman Accidently Put Foot On Giant By Thing Its a Tree Trunk
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી