સિદ્ધિ / જમ્મુ-કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો પુલ આ વર્ષે તૈયાર થઈ જશે, ઊંચાઇ 359 મીટર હશે

DivyaBhaskar.com | Updated - Jan 04, 2019, 07:59 PM
world's highest bridge to be ready by this year

  • રેલવેનો ચિનાબ પુલ 17 કેબલ પર ટકેલો હશે; સ્ટીલના આ બ્રિજ પર બ્લાસ્ટની પણ અસર નહીં થાય, 260 કિ.મી. ઝડપનું વાવઝોડું પણ સહન કરી શકશે
  • 2 લેનનો આ બ્રિજ 1.3 કિ.મી. લાંબો, 5 હજાર વર્કર 14 વર્ષથી કામ કરે છે
  • બ્રિજ બનવાથી કાશ્મીર રેલવે દ્વારા દેશ સાથે જોડાઇ જશે
  • ખાસિયત: 52 કિ.મી. રેલ માર્ગમાં 17 ટનલ, 23 બ્રિજ

રિયાસી (જમ્મુ): જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ આ વર્ષે તૈયાર થઇ જશે. આ પુલ રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌડી વચ્ચે બનાવાઇ રહ્યો છે. 1.3 કિ.મી. લાંબા રેલ બ્રિજની નદીની સપાટીએથી ઊંચાઇ 359 મીટર છે. તે 324 મીટર ઊંચા એફિલ ટાવરથી પણ 35 મીટર ઊંચો છે. બ્રિજ 17 કેબલ પર ટકેલો હશે. બ્રિજમાં બે ટ્રેક હશે. એકની પહોળાઇ 14 મીટર હશે. નિરીક્ષણ માટે 1.2 મીટર પહોળો રસ્તો પણ હશે. કોંકણ રેલવે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક પરિયોજના અંતર્ગત બ્રિજનું નિર્માણ કરી રહ્યું છે. પુલના નિર્માણમાં અંદાજે 1,200 કરોડ રૂ. ખર્ચ આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ડીઆરડીઓ સહિત દેશનાં 15 મોટાં સંસ્થાન કોંકણ રેલવેની મદદ કરી રહ્યાં છે. બ્રિજમાં બ્લાસ્ટ લોડ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. બ્રિજ પર કોઇ પણ વિસ્ફોટ કે પ્રેશરની અસર નહીં થાય. 2004માં તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીએ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. હાલ ફ્રાન્સની તરન નદી પરનો બ્રિજ વિશ્વમાં સૌથી ઊંચો છે. તે બ્રિજનો સૌથી ઊંચો થાંભલો 340 મીટરનો છે. 111 કિ.મી. લાંબા કટરા અને બનિહાલ માર્ગ પર રેલ બ્રિજ બનવાથી કાશ્મીર રેલમાર્ગ દ્વારા દેશ સાથે જોડાઇ જશે. હાલ બનિહાલ અને બારામુલ્લા વચ્ચે રેલ છે પણ કટરા-બનિહાલ વચ્ચે નથી. આ ક્ષેત્ર ભૂકંપની દૃષ્ટિએ સીઝમિક ઝોન-4માં આવે છે. તેથી પુલને સીઝમિક ઝોન-5ના હિસાબે તૈયાર કરાઇ રહ્યો છે.

બ્રિજ આવો હશે

  • ચિનાબ બ્રિજ બનાવવામાં મેહરાબ ટેક્નિક (હેંગિંગ આર્ચ)નો ઉપયોગ થઇ રહ્યો છે. આર્ચ ગયા વર્ષે જ બનાવી લેવાયો હતો.
  • બ્રિજ 266 કિ.મી. પ્રતિ કલાકની ઝડપના વાવાઝોડાનો પણ સામનો કરી શકે છે.
  • આ પુલ ઓનલાઇન મોનિટરિંગ એન્ડ વોર્નિંગ સિસ્ટમથી સજ્જ હશે. બ્રિજ નિર્માણમાં બ્લાસ્ટ પ્રૂફ સ્ટીલનો ઉપયોગ થયો છે.
  • ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક પ્રોજેક્ટ 345 કિ.મી. લાંબો છે. આ પ્રોજેક્ટનો એક હિસ્સો જે કટરાથી ધરમ વચ્ચે 100 કિ.મી. લાંબો છે તેમાં 52 કિ.મી.નો રેલ માર્ગ કોંકણ રેલવે બનાવી રહ્યું છે. તેમાં 46.1 કિ.મી. (86%) રસ્તો ટનલ, 5 કિ.મી. (9%) બ્રિજમાંથી જાય છે. આ માર્ગમાં 17 ટનલ છે, સૌથી લાંબી ટનલ 9.3 કિ.મી. લાંબી છે. 23 બ્રિજ છે, જેમાંથી સૌથી ઊંચો 91 મીટરનો છે.

X
world's highest bridge to be ready by this year
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App