ઈનોવેશન / સેલ્ફ બેલેન્સિંગ મ્યુઝિકલ હોવરશૂ જૂતાં નીચે લગાવો અને સ્કેટબોર્ડની મજા લો, કલાકના 11 કિમીની સ્પીડે ભાગશે

jetson releases musical hovershoe at CES
jetson releases musical hovershoe at CES
jetson releases musical hovershoe at CES

  • આ હોવરશૂ 14 હજાર રૂપિયાની કિંમતે મળશે
  • સેલ્ફ બેલેન્સિંગ હોવાથી બેલેન્સ ગુમાવીને પડવાનો ભય નહીં રહે
  • તેની બેટરી સિંગલ ચાર્જમાં 10 કિલોમીટર સુધી ચાલે છે

DivyaBhaskar.com

Jan 11, 2019, 06:37 PM IST

લાસ વેગસઃ જુગારનગરી લાસ વેગસમાં દર વર્ષની જેમ અત્યારે ‘કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો’ (CES) યોજાઈ રહ્યો છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સનો આ વિશ્વનો સૌથી મોટો મેળાવડો છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ બનાવતી ‘જેટસન’ નામની કંપનીએ આ એક્સ્પોમાં ‘મોટોકિક હોવરશૂ’ નામનું અનોખું ડિવાઈસ રજૂ કર્યું છે. શૂઝ જેવા જ દેખાતા આ ડિવાઈસ પર વ્યક્તિએ માત્ર ઊભા રહેવાનું છે. આટલા માત્રથી આ ગેજેટ કલાકના 11 કિલોમીટરની સ્પીડે દોડવા લાગે છે. મજાની વાત એ છે કે સ્કેટિંગની મજા આપતું આ ડિવાઈસ સેલ્ફ બેલેન્સિંગ છે. એટલે કે તેના પરથી બેલેન્સ ગુમાવીને પડી જવાનો ભય રહેતો નથી.

કંપનીએ આ સેલ્ફ બેલેન્સિંગ સ્કેટ્સ હોવરશૂની કિંમત 200 ડૉલર એટલે કે લગભગ 14 હજાર રૂપિયા રાખી છે. આ અનોખા ડિવાઈસની મજા એ છે કે તમે તેને તમારી પસંદગીના મ્યુઝિક સાથે સિંક કરી શકો છો. યાને તે તમારી પસંદગીનું સોંગ પણ વગાડશે અને જે સોંગ વાગતું હોય તેની રિધમ પ્રમાણે આ હોવરશૂની નીચે લાગેલી રંગબેરંગી LED લાઈટો ઝબુક ઝબુક થતી રહેશે. કંપનીનું કહેવું છે કે આ હોવરશૂને આગળ-પાછળ ગમે તે દિશામાં ચલાવી શકાય છે. હા, વરસાદી મોસમમાં તેને વાપરવાની સલાહ કંપની આપતી નથી.

આ ડિવાઈસમાં અઢળક સેન્સર, રિચાર્જેબલ લિથિયમ આયન બેટરી, મોટર અને મધરબોર્ડનો સમાવેશ થાય છે. અત્યંત સંવેદનશીલ સેન્સરની મદદથી આ ડિવાઈસ કંટ્રોલ થાય છે.

હોવરશૂ ઉપરાંત આ કંપનીએ મોટેરાંઓ માટે ગો-કાર્ટ પણ રિલીઝ કરી છે, જે કલાકના 16 કિલોમીટરના વેગે દોડે છે.

X
jetson releases musical hovershoe at CES
jetson releases musical hovershoe at CES
jetson releases musical hovershoe at CES
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી