ચીન / પાર્કિંગ સ્પેસ વધારવા માટે કારને ત્રાંસી પાર્ક કરવાથી 65 ટકા વધુ સ્પેસ મળી, હવે 24ને બદલે 40 કાર પાર્ક થશે

china inclined parking system

DivyaBhaskar.com

Jan 12, 2019, 04:45 PM IST

બીજિંગઃ ચીનના ચોંગકિંગ શહેરના એક કાર પાર્કિંગમાં નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જ્યાં કારને અમુક એન્ગલ પર ત્રાંસી પાર્ક કરવામાં આવી રહી છે. જેનાથી 400 વર્ગમીટર વિસ્તારમાં 40 કાર માટે જગ્યા થઈ છે. અહીં પહેલાં માત્ર 24 કાર પાર્ક થતી હતી. પરંતુ ત્રાસી કાર પાક કરતાં 65થી 70 ટકા વધુ સ્પેસ મળી છે. પાર્કિંગની સમસ્યાથી ત્રસ્ત મોટાં શહેરો માટે આ આઈડિયા ફાયદાકારક છે. ચીન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જ્યારે ભારત બીજા ક્રમે. વધતી વસ્તી અને ઘટતી સ્પેસને પગલે આ પ્રયોગ અત્યંત લાભદાયી છે.

જાતભાતનાં 12 સેન્સર અને 8 રડાર ધરાવતી આ પાર્કિંગ સિસ્ટમના પ્લેટફોર્મ પર કારને મૂકી દેવાથી તે સિસ્ટમ આપમેળે જ કારને તેના નક્કી કરેલા ખૂણે ત્રાંસી ઊભી કરી દેશે અને જરૂર પડ્યે ફરી પાછી પૂર્વવત્ પણ કરી દેશે. ભવિષ્યમાં ઈલેક્ટ્રિક ગાડીઓ માટે આ રીતે પાર્કિંગમાં રહ્યે રહ્યે જ કારને ચાર્જ કરવાની સગવડ પણ ઉમેરાશે.

X
china inclined parking system
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી