ના હોય, આ પાંચ વાતો સાસુ ક્યારેય વહુંને નથી કહેતી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસુ વહુના ઝઘડા આજથી નહીં, વર્ષોથી ચાલતા આવ્યા છે, એમ કહીંએ કે આ એક પરંપરા બની ગઈ છે, તો કશું જ ખોટું નથી. તેનું મુખ્ય કારણ, બન્ને વચ્ચે તાલમેલની અછત માનવામાં આવે છે. સાસુ-વહુના એક સારા સંબંધ માટે પરસ્પર તાલમેલ હોવો જરૂરી છે. ઘરમાં સાસુનો રોલ માતા અને ઘરની શેઠાણીનો હોય છે. તે જેમ ઇચ્છશે, તેમ ઘર ચલાવશે, પણ વહુ જો બુદ્ધિવાન છે અને તેમની ખાણીપીણી અને સ્વભાવથી માહિતગાર છે, તો તે પ્રમાણેનું વર્તન કરી શકે છે. સાસું, પોતાનો દીકરો એટલે કે વહુનો પતિ, પોતાના પતિ એટલે કે વહુના સસરા, દીકરી એટલે વહુની નણંદ, આજ રીતે દિયર અને જેઠજેઠાણી ઉપર પણ પૂરો અધિકાર બનાવી રાખે છે. આ કારણે ઘરમાં આવનારી વહુએ, ખૂબ જ નમ્રતાપૂર્વક વર્તવું પડે છે કે જેનાથી કોઈ પણ પ્રકારની ખટપટ થવાની સંભાવના ન રહે. એગ્ઝામિનરે સાસુનાં મનની કેટલીક એવી રમૂજી વાતો કહીં છે, જે તેઓ ક્યારેય પણ પોતાની વહુને કહેતી નથી, પણ આ વાતો હમેશા તેમનાં મનમાં રહે છે. આવો તસવીરોમાં જાણીએ કઈ છે તે પાંચ વાતો. (સ્રોતઃ એગ્ઝામિનર)