એક ક્લિકમાં જુઓ, કુદરતે ધરતી ઉપર સર્જેલા 17 રોમાંચક દ્રશ્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે 5મી જુન, એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. શાળાઓથી લઈને કોલેજો, યુનિવર્સિટીઓ સુધી, સામાજીક સંસ્થાઓથી લઈને પર્યાવરણ પ્રેમીઓ સુધી, લોકો આજે પર્યાવરણ દિવસને ધ્યાનમાં લઈ કેટકેટલાય આયોજનો અને કાર્યક્રમો કરશે. જો માણસો આ દિવસે પર્યાવરણન પ્રત્યે આટલો લગાવ ધરાવે, તો કુદરત અને તેને સર્જેલી પ્રકૃતિનું તો કહેવું જ શું. જ્યારે કુદરત તેની પ્રકૃતિમાં રંગો પુરે છે, જ્યારે કુદરત પણ રંગે ચઢે છે, ત્યારે ધરતી ઉપર પથરાય છે કઇંક આવા રંગો જે તમે તસવીરોમાં જોઈ શકશો. ફોટોગ્રાફરે અહીં કુદરતના કેટલાક એવા રમણીય દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા છે જે નજરે જોનારના હ્રદયમાં ઘર કરી જાય. ફોટોગ્રાફરે કઇંક આવા જ દ્રશ્યો સાથે દુનિયાને રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ આ તસવીરો, જેમાં કુદરતે પર્યાવરણને આપ્યો છે એક અનેરૂં સ્વરૂપ.. આ તસવીરો અમને Gustavo Bataller Piera નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો. તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.